
હવે ઉતરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસીયાઓ અત્યારથી પતંગો ચગાવી રહ્યા છે. સાથે જ બજારમાં પણ પતંગો અને દોરીનું વેચાણ થવા લાગ્યું છે. જો કે કેટલાંક વેપારીઓ રુપિયા કમાવવાની લાલચમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી લાવી વેચાણ કરે છે. જે લોકો માટે એક યમદૂત સમાન સાબિત થઈ રહી છે. ચાઈનીઝ દોરીથી ગુજરાતમાં લોકોના ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. ગઈકાલે જ સુરતમાં એક બાઈકચાલક યુવાનના ગળામાં દોરી ભરાઈ જતાં 20 ટકા લેવાની નોબત આવી હતી. તે યુવાનની હાલત હાલ નજૂક છે.
ત્યારે ચાઈનીઝ દોરીના વેચાણ પર કડક કાર્યવાહી થાય તે માટે બનાસકાંઠાના ભાભર પોલીસ મથકે રજૂઆ કરાઈ છે. જાગ્રત નાગરિક યોગેશ જોશીએ ચાઈનીઝ દોરીના વેચાણને લઈને લેખિતમાં રજૂઆત કરી છે. ચાઈનીઝ દોરીનુ વેચાણ અટકાવવા ભાભર પી.આઈને રજૂઆત કરી છે. અરજદાર યોગેશ જોશીએ માગ કરી છે કે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જે ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે જણાવ્યું છે કે કાયદાનો ભંગ કરીને કેટલાંક વેપારીઓ ચોરી છૂપીથી ચાઈનીઝ દોરીનુ વેચાણ કરી રહ્યા છે. જેથી ચોરી છૂપેથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓ વિરુધ્ધ પગલાં લેવાઈ તેવી માગ કરી છે. પોલીસે તત્કાલિક પગલા લેવાની બાહેધરી આપી છે.
ચાઈનીઝ દોરીનો ઉપયોગ ઘાતક
દેશ સહિત સમગ્ર ગુજરાતમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ ખાતક સાબિત થઈ રહ્યો છે. કારણ કે ચાઈનીઝ દોરી જલ્દીથી તૂટતી ન હોવાથી સીધી જ રાહદારીઓ અને વાહનચાલોકના ગળામાં બેસી જાય છે. શરીરના કોઈપણ ભાગે ઊંડે સુધી ઉતરી પડે છે. જેથી મોટા ભાગે ચાઈનીઝ દોરીનો ભોગ બનનાર વ્યક્તિ મોતને ભેટે છે. જેને લઈ સરકાર પણ આ અંગે કડક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.