
Bet Dwarka: અત્યારે ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ડિમોલેશનની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. જેમાં ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએથી દબાણને દૂર કરાઈ રહ્યા છે. આ વચ્ચે બેટ દ્વારકામાંથી એક હનુમાનજીનું 125 વર્ષ પુરાણું મંદિર મળી આવતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતુ. હનુમાનજીનું મંદિર મળી આવતાં પોલીસ તંત્ર દ્વારા તેનો જીણોધ્ધાર કરાયો છે.
બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી દરમિયાન દબાયેલું એક હનુમાનજીનું મંદિર મળી આવ્યું હતું. આ મંદિર 100 થી 125 વર્ષ જૂનું હોવાનું તારણ છે. આ મંદિર નેપાળી શૈલીમાં બનેલું છે. મંદિર મળતાં તેનો જીણોધ્ધાર કરાયો હતો. ગઈકાલે હનુમાજનજી જયંતિ પર મંદિરમાં મૂર્તિની પુનઃસ્થાપના કરવામાં આવી છે. અંદાજો લગાવી રહ્યો છે કે ભૌગોલિક પરિસ્થિતિ અને અસમાજિક પ્રવૃતીઓ વધતાં મંદિરે જવાનું લોકોએ બંધ કરી દીધુ હશે. ત્યાર બાદ આ મંદિરની કોઈએ સારસંભાળ રાખી ન હતી. જો કે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન આ મંદિર મળતાં તેનો જીણોધ્ધાર કરાયો છે.
હનુમાજીની મૂર્તિની સ્થાપના કરતાં સ્થાનિકોમાં હર્ષની લાગણી છે. ઉલ્લેખનીય છે ગુજરાતમાં ઘણીવાર ખોદકામ દરમિયાન પ્રાચીન વસ્તુઓ મળી આવતી હોય છે. મંદિરો જ નહીં પણ પ્રાચીન શૈલીની રહેણી કરણી અને પ્રાચીન નગરો પણ મળી આવતાં હોય છે.
આ પણ વાંચોઃ
પશ્ચિમ બંગાળ બેકાબૂ!, હિંસામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત, BSF તૈનાત | Murshidabad
Katch: રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનનો દસ્તાવેજ, કાર પડાવી લીધી, 4ની ધરપકડ
Vadodara: M.S. યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો
બંધારણ લખનારાને મૂર્ખ કહેનાર ISKON કથાકારને પોતાની “મુર્ખામી” પર પસ્તાવો
