Bharuch: અંકલેશ્વરના બાકરોલમાંથી માનવ કંકાલ મળતાં ખળભળાટ, પોલીસ ઘટનાસ્થળે

Bharuch Crime:  ભરૂચના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમાં આવેલા શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતાં લોકો ભયભીત થઈ ગયા છે. આ કંકાલ પુરુષનું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે શેરડીના પાકને કાપતાં પહેલા તેને સળગાવવામાં આવે છે. ત્યાર બાદ શેરડી કાપમાં આવે છે. ત્યારે અનુમાન લાગાવાઈ રહ્યું છે કે શેરડી સળગાવતી વખતે આ ઘટના ઘટી હશે.

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી ગ્રામજનોમાં અચરજમાં મૂકાઈ ગયા છે. આ ઘટના બાકરોલ ગામની સીમમાં આવેલા અંબુભાઈ પટેલના ખેતરમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે સવારે શેરડીની કાપણી માટે ખેતરમાં આગ લગાડવામાં આવી હતી. તે દરમિયાન શ્રમિકોને માનવ કંકાલ દેખાયું હતું. આ કંકાલ બળેલી હાલતમાં મળી આવ્યું હતુ. શ્રમિકોએ તરત જ ખેતર માલિકને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને સરપંચને જાણ કરતાં જ તપાસ હાથ ધરવમાં આવી હતી. ત્યારબાદ પોલીસે કંકાલનો કબજો લઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અને FSL અર્થે ખસેડ્યું હતુ.

પોલીસે હાલ તપાસ હાથ ધરી છે કે શેરડીની કાપણીમાં આગ લગાવાતી વખતે અજાણથી આ ઘટના ઘટી છે કે પછી હત્યા કરવામાં આવી છે?,  હજુ સુધી માનવ કંકાલ મળવા મુદ્દે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોર ખૂબ નારાજ થયા બાદ સરકારે અંતે શું જવાબ આપ્યો? |Vikram Thakor Controversy

આ પણ વાંચોઃ  વસ્ત્રાલકાંડમાં અમદાવાદ પોલીસે કરી ગંભીર બેદરકારી; સાહેબ… ‘ઉતાવળે આંબા ન પાકે’

આ પણ વાંચોઃ UP News: હત્યારા પ્રેમી યુગલને કોર્ટ પરિસરમાં વકીલોએ માર માર્યો, પતિની હત્યાનો કોઈ પશ્ચાતપ નહીં, જુઓ VIDEO

આ પણ વાંચોઃ divorce: ચહલ અને ધનશ્રીના છૂટાછેડા, ટૂંકા ગાળામાં લગ્નસંબંધનો અંત, કોર્ટે આપી મંજૂરી

Related Posts

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
  • October 28, 2025

Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

Continue reading
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો
  • October 28, 2025

Ahmedabad: અમદાવાદમાંથી એક અજૂગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સી.એજી રોડ પર આવેલી ડિઝાઈર શોપના દરજીએ ગ્રાહને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ ના સીવી આપવા બદલ ગ્રાહક કમિશને 7 હજાર દંડ ફટકાર્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 6 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 5 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 13 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 16 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

  • October 28, 2025
  • 10 views
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 24 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર