Bhavnagar: અકસ્માતમાં ભાજપ નેતાનું મૃત્યું, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ નોંધાયો ગુનો

Bhavnagar: રાજ્યમાં હીટ એન્ડ રનની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાંથી વધુ એક આવી ઘટના સામે આવી છે ભાવનગરમાં ભાજપ નેતાનું હીટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજ્યું છે. ભાવનગર-રાજકોટ હાઈવે બુધવારે મોડી રાત્રે બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાજપ નેતા મૂળજી મિયાણીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

ભાવનગર-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં ભાજપ નેતાનું મૃત્યું

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના સિહોરમાં ગઢુલા ગામ નજીક ભાજપ નેતા મૂળજી મિયાણી ટુ-વ્હીલર બાઇક લઈ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન અચાનક બાઇક સ્લીપ ખાઈ ગયું અને તેમનું બાઈક અજાણ્યા વાહન સાથે ટકરાઈ જતા તેઓ રોડ પર પટકાયા હતા.

વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર

આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. બીજી તરફ અકસ્માત સર્જયા બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને પગલે જિલ્લા ભાજપમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

મૂળજીભાઈ રૈયાણી કોણ હતા?

જો વાત કરવામા આવે તો મૂળજીભાઈ રૈયાણી ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણીના પતિ અને ભાવનગર શહેરના રાજકીય અગ્રણી અને ભાજપના આગેવાન હતા.

આ પણ વાંચો:

Gujarat Rain Forecast: ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, આજે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા ?

રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather

Patan: ‘દ્રશ્યમ’ ફિલ્મ જોઈ ભાગી જવા હત્યાનો પ્લાન બનાવ્યો, પ્રેમીઓની ચાલાકી પોલીસે ઉંધી પાડી

Operation Sindoor: શું હવે ભારતની મહિલાઓ મોદીએ મોકલેલું સિંદૂર લગાવશે?

Dahod Mgnrega Scam: મંત્રી બચુ ખાબડ બંન્ને પુત્રોના જામીન મંજૂર, 71 કરોડના કૌભાંડમાં થઈ હતી ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ahmedabad: આજે ફરી ચંડોળામાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર કાર્યવાહી, મંદિરો-મસ્જિદો ધ્વસ્ત

પાટણના Satalpur માં દલિત આધેડનું રહસ્યમય મોત, સળગેલી હાલતમાં મળ્યો મૃતહેદ

Gujarat માં બે દિવસ યલો એલર્ટ, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Vadodara: જમ જેવા જમાઈએ સસરા પર કર્યો જીવલેણ હુમલો, જાણો શું છે સમગ્ર મામલો

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ
  • August 6, 2025

Karnataka Viral Video: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર મંગળવારે, 5 ઓગસ્ટ 2025ના રોજ બેંગલુરુના હેબ્બલ ફ્લાયઓવર પર સ્કૂટી ચલાવતા જોવા મળ્યા હતા, જેની ચર્ચા આજે ચારેકોર થઈ રહી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 10 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 5 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 8 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 18 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 31 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

  • August 6, 2025
  • 10 views
Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના