
Bhavanagar News: ભાવગનરમાં એક રેલવે કર્મચારીને કોર્ટે 2 વર્ષની કેદ અને રુ.25 હજાર દંડ ફટકાર્યો છે. રેલવેકર્મીએ સ્પેશિયલ રુમમાં એક મહિલાને બેસાડી શારિરીક અડપલાં કરી બિભત્સ માગણી કરી હતી. જેથી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ કેસમાં રલવેકર્મીને સજા ફટકારવામાં આવી છે.
વકીલના જણાવ્યા અનુસાર 6 માસ અગાઉ ભાવનગરના મુખ્ય રેલવે સ્ટેશન ખાતે એક મહિલા મુસાફર ધોળા જવા માટે વેઈટિંગ રુમમાં બેઠી હતી. ત્યારે ત્યાના રેલવેકર્મી જગદીશ ઉમા નૈયાએ તેને સ્પેશિયલ રૂમમાં બેસવા કહ્યું હતુ. જ્યાં સ્પેશિયલ રુમમાં બેસાડી રેલવકર્મીએ મહિલા મુસાફરના ગાલે હાથ ફેરવી બિભત્સ માગણી કરી હતી. જેથી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતાં લેખિત-મૌખિક પુરાવાના આધારે રેલવેકર્મીને દોષિત ઠેરવ્યો છે અને 2 વર્ષની કેદ અને રુ. 25 હજાર ભરવા હુકમ કર્યો છે. જો 25 હજાર નહીં ભરે તો વધુ 6 માસની સજા થશે. જાણવા મળી રહ્યું છે કે છેડતી કરનાર જગદીશ ઉમા નૈયા ત્યા વેઈટિંગ રૂમના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતો હતો.
આ પણ વાંચોઃ Gujarat Weather: આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, તાપમાં તપવું પડશે
આ પણ વાંચોઃ UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચોઃ શિક્ષણ વિભાગ માટે કુલ ₹59,999 કરોડની કરાઈ જોગવાઇ