
Bhavnagar: ભાવનગરના મહુવા ખાતે મોરારી બાપુના દર્શન માટે જર્મનીના નાગરિક માર્કસ વોજ્ટેન આવ્યા હતા પરંતુ મોરારી બાપુ તે સમયે આશ્રમમાં હાજર ન હોવાથી માર્કસ તેમને મળી શક્યા નહીં, ત્યારે બીજી તરફ પાસપોર્ટ અને સામાન ચોરાઈ ગયો હતો. આ ઘટના છતાં તેમણે હિંમત ન હારી અને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો.
મોરારી બાપુના દર્શને આવેલા જર્મનીના નાગરિકનો સામાન ચોરાયો
જર્મનીના નાગરિક માર્કસ વોજ્ટેનની મદદ કરીને મહુવા પોલીસે માનવતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે માર્કસને રાત્રિ રોકાણ માટે હોટલમાં વ્યવસ્થા કરી આપી, નવાં કપડાં પૂરાં પાડ્યાં અને જરૂરી આર્થિક મદદ કરી. આ ઉપરાંત, તેમને સુરક્ષિત રીતે મુંબઈ પહોંચાડવા માટે બસ અને ટ્રેનની વ્યવસ્થા પણ કરી.
મોરારી બાપુના દર્શને આવેલાં વિદેશી ભક્તને તસ્કરે “દર્શન” આપ્યાં#mahuva #moraribapu #germany #foreigner #devotee #looted #theft #viralvideo #thegujaratreport pic.twitter.com/Q3QjT9P8Yg
— The Gujarat Report (@TGujarat_Report) September 10, 2025
વિદેશી નાગરિકે શું કહયું?
આ મામલે માર્કસે જણાવ્યું કે, “ભારતનો પ્રવાસ દરમિયાન મહુવા પોલીસે મને અદ્ભુત સહયોગ આપ્યો. મોરારી બાપુનું ગામ મહુવા અને અહીંની પોલીસ ખૂબ જ દયાળુ છે. જર્મનીની પોલીસથી આ એકદમ અલગ અને સકારાત્મક અનુભવ હતો.”
આ ઘટના ભારતીય પોલીસની સેવાભાવના અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ








