
Ahmedabad: ગુજરાતની ATS ટીમે 24 જાન્યુઆરીએ 100 કરોડનું ડ્રગ્સ આણંદના ખંભાતમાંથી ઝડપ્યું હતુ. જેમાં 6 આરોપીઓએ ધરપકડ કરવામાં આવી હતી. ATSની ટીમે આરોપીની પૂછપરછ કરી વધુ 500 કિલો ડ્રોમેડોલ ગોળીઓનો જથ્થો ધોળકાના દેવમ વેરહાઉસમાંથી ઝડપ્યો છે. જેની કિંમત 50 કરોડ આંકવામાં આવી છે. અત્યાર સુધીમાં આ મામલામાં કુલ 150 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સમગ્ર ડ્રગ્સ મામલો આણંદના ખંભાતમાંથી બહાર આવ્યા બાદ ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.
ડ્રોમેડલ ગોળીઓની આફ્રિકન દેશોમાં સપ્લાઈ
ડ્રોમેડલ ગોળીઓ આફ્રિકન દેશમાં મોકલવામાં આવતી હતી. આરોપી રણજીત ડાભીએ પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. ખુલાસા બાદ ધોળકામાં છાપામાંથી દરમ્યાન 500 કિલો ડ્રગ્સ દેવમ વેરહાઉસમાંથી પકડાયું છે.
ATS એ શું કહ્યું?
આ પણ વાંચોઃ Ahmedabad: શરતી જામીનની ‘ઐસી કી તૈસી’ કરી અમદાવાદમાં પહોંચ્યા આસારામ, કેમ કોઈ કાર્યવાહી નહીં?







