Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?

  • India
  • October 6, 2025
  • 0 Comments

Bihar Election 2025: આજે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ચૂંટણી પંચની સાંજે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં બિહારની તમામ 243 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી. બિહારમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે.

બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત

બિહાર વિધાનસભાની ચૂંટણી બે ચરણમાં યોજાશે. પહેલા ચરણમાં 6 નવેમ્બરે અને બીજા ચરણમાં 11 નવેમ્બરે મતદાન યોજાશે. આ વખતે 90,717 મતદાન મથકોનો વધારો થયો છે. વિધાનસભા ચૂંટણી 2025માં 7.42 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે.આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 15 નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે કારણ કે બિહાર વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 22 નવેમ્બર સુધી છે.

આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓની પણ જાહેરાત

ચૂંટણી પંચ આજે બિહાર ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે એટલું જ નહીં, પરંતુ સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓની પણ જાહેરાત કરવામાં આવી રહી છે. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તેમાં રાજસ્થાનની અંતા, જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, પંજાબની તરનતારન, ઝારખંડની ઘાટશિલા, તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ, મિઝોરમમાં ડંપા અને ઓડિશામાં નુઆપાડાનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે મુખ્ય ચૂંટણી કમિશનરની ટીમ ગઈકાલે બિહારની બે દિવસીય મુલાકાતથી દિલ્હી પરત ફરી છે. 4 ઓક્ટોબરના રોજ, ચૂંટણી પંચની ટીમે બિહારના 12 માન્ય રાજકીય પક્ષો સાથે વાત કરી હતી જેમાં JDU એ એક જ તબક્કામાં ચૂંટણી કરાવવાની માંગ કરી હતી.

આમ આદમી પાર્ટીએ પોતાની પહેલી યાદી જાહેર કરી

બિહારમાં ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં બેગુસરાય, કુશેશ્વરસ્થાન, સરૈયા, કસ્બા, બેનીપટ્ટી, ફુલવારી શરીફ, બાંકીપુર, કિશનગંજ સદર, પરિહાર, ગોવિંદપુર અને બક્સરના ઉમેદવારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: 

Sonam Wangchuk wife: ‘હું જ્યાં પણ જાઉં છું, એક કાર મારી પાછળ…’ સોનમ વાંગચુકની પત્નીને હેરાનગતિ

Gir Somnath: વેરાવળમાં 80 વર્ષ જૂનું 3 માળનું મકાન રાત્રે તૂટી પડ્યું, માતા-પુત્રી અને બાઇકસવાર જીવ ગયો

Delhi: ‘ડિલિવરી બોયે મને ખોટી રીતે સ્પર્શ કર્યો’, શરમજનક કૃત્ય CCTVમાં કેદ, કંપનીએ શું કહ્યું?

UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…

Related Posts

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….
  • October 28, 2025

UP Crime:  ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ભયાનક ઘટના સામે આવી છે. જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. અહીં એક કાકી-કાકાએ જમીનના નાના ટુકડાના વિવાદમાં તેના 12 વર્ષના ભત્રીજાની ક્રૂરતાથી હત્યા…

Continue reading
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ
  • October 28, 2025

Mumbai: મુંબઈના ખારમાં રહેતી 24 વર્ષીય નેહા ગુપ્તા ઉર્ફે રિંકીના અચાનક મૃત્યુથી સમગ્ર ખાર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. ખાર પોલીસે નેહાના પતિ અરવિંદ અને તેના પરિવારના પાંચ સભ્યોની દહેજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 22 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!