
Bihar Election: બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષો જુસ્સાભેર તૈયારીઓ કરી રહ્યા છે. બીજી તરફ ચૂંટણીપંચ મતદાર યાદી સુધારણા કરી રહી છે. જેનો દેશમાં ભારે વિરોધ થઈ રહ્યા છે. સરકાર અને ચૂંટણીપંચ પર મતદારો ખતમ કરવાનો આરોપ લાગી રહ્યો છે. ત્યાર આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 18 જુલાઈના રોજ બિહાર પહોંચશે. જે દરમિયાન તેઓ રાજ્યને હજારો કરોડના અનેક પ્રોજેક્ટની ભેટ આપી આવતી ચૂંટણીમાં જીત હાંસલ કરવાના પ્રયાસ કરશે. તેઓ બિહારની ચૂંટણી જીતવા અત્યારથી જ ધમપછાડા કરી રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં આ તેમની ચોથી મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન તેઓ 24 વિધાનસભા બેઠકો પર પણ નજર રાખશે.
ઉલ્લખેયનીય છે તાજેતરમાં જ ગાંધીજીના પ્રપૌત્રનું જે જીલ્લામાં અપમાન થયું છે. તે જીલ્લા ચંપારણની મુલાકાત લેવાના છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીને ચંપારણના એક ગામમાં યોજાયેલા કાર્યક્રમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેઓ ભાજપની નીતીઓનો વિરોધ કરે છે. ત્યારે હવે 18 જુલાઈએ આ જ જીલ્લાની મુલાકાત વડાપ્રધાન મોદી લેવાના છે. અહીં જાહેર સભા સંબોધી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.
अंग्रेज़ों ने महात्मा का अपमान करने की कोशिश की थी, उनके वैचारिक वारिसों ने भाई @TusharG का अपमान करने की कोशिश की है।
तब अंग्रेज़ हारे थे, अब ये हारेंगे
— Ashok Kumar Pandey अशोक اشوک (@Ashok_Kashmir) July 14, 2025
બિહારમાં મતદાન યાદી સુધારણા ઝૂંબેશ
બીજી તરફ બિહારમાં ચૂંટણી પંચની મતદાર યાદીના સુધારણા અને ચકાસણીની ઝુંબેશ અંતિમ તબક્કામાં છે. આ પ્રક્રિયા 24 જૂનથી શરૂ થઈ હતી અને હવે 11 દિવસ બાકી છે અને 7 કરોડ 90 લાખ મતદારોમાંથી 6 કરોડ 60 લાખ 67 હજાર 208 મતદારોએ તેમના મતગણતરી ફોર્મ સબમિટ કર્યા છે. આ આંકડો કુલ મતદારોના લગભગ 88 ટકા સુધી પહોંચે છે. અત્યાર સુધીની કવાયતમાં એવું માનવામાં આવે છે કે 35 લાખ 69 હજારથી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે.
35,69,435 નામ મતદાર યાદીમાંથી દૂર કરાશે
અત્યાર સુધીમાં ચૂંટણી પંચની વેબસાઇટ પર 5 કરોડ 74 લાખથી વધુ ફોર્મ અપલોડ કરવામાં આવ્યા છે. ઘરે ઘરે જઈને બે રાઉન્ડના સર્વેક્ષણ પછી 1.59 ટકા (12,55,620) મતદારો મૃત્યુ પામ્યા હોવાનું બહાર આવ્યુ છે. જોકે, 2.2 ટકા (17,37,336) મતદારો સ્થાયી રૂપે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ ચુક્યા છે. આ સિવાય 0.73 ટકા (5,76,479) મતદારોના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા છે. આ આંકડાના આધારે કુલ 35,69,435 નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે. આ સંખ્યા છેલ્લી નથી અને આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે હજું પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે.
ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ, હવે ફક્ત 11.82% મતદારો બાકી છે જેમણે હજુ સુધી તેમના ભરેલા મત ગણતરી ફોર્મ સબમિટ કર્યા નથી. પંચનું કહેવું છે કે કોઈ પણ લાયક મતદાર બાકી ન રહે તે માટે કોઈ કસર છોડવામાં આવી રહી નથી. લગભગ 1 લાખ બીએલઓ ટૂંક સમયમાં ત્રીજા તબક્કામાં ડોર-ટુ-ડોર સર્વેનું કામ શરૂ કરશે. રાજકીય પક્ષોના 1 લાખ 50 હજાર બીએલએ પણ આ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
બિહારના તમામ 261 શહેરી સ્થાનિક સંસ્થાઓના 5683 વોર્ડમાં ખાસ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની બહાર કામચલાઉ રીતે ગયેલા મતદારો માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેથી તેઓ પણ સમયસર તેમના મતગણતરી ફોર્મ સબમિટ કરી શકે. મતદાર યાદીનો ડ્રાફ્ટ 1 ઓગસ્ટના રોજ પ્રકાશિત થવાનો છે.
ત્યારે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં
આ પણ વાંચોઃ
Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5
Bihar: મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું અપમાન, તુષાર ગાંધીને કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા
Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન કેમ ન મળ્યા?, આ રહ્યા કારણો?
Rath Yatra Eggs Thrown: કેનેડામાં નીકળેલી રથયાત્રામાં ઈંડા ફેકાયા, જગન્નાથ ભક્તોને નિશાન બનાવાયા
Bihar Election: ભાજપની ગંદી રાજનીતી! રાહુલ ગાંધીનો પેડ પર લગાવેલો ફોટો વાયરલ કર્યો, પછી ડિલિટ કર્યો