
Bihar: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બરાબર એક દિવસ પહેલા જ બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે એક પત્રકારનો હાથ મચકોડી કાઢી તેના પર હુમલો કર્યાનો એક વીડિયો ભારે વાયરલ થતાં બુઝુર્ગ નેતાની આ હરકત જોઈ લોકોમાં અનેક કોમેન્ટ ઉઠી છે તેઓ નેતા તરીકેની ગરિમા ચૂકતા લોકોમાં ટ્રોલ થયા હતા.
વિગતો મુજબ કટિહાર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદ એક ચૂંટણી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તે સમયે ત્યાં એક સ્થાનિક પત્રકારે તેમને ભાજપ-જેડીયુના 20 વર્ષના શાસનમાં કેટલા કામો થયા?તે અંગે સવાલ પૂછતાજ તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને તેઓએ પત્રકારનો હાથ મચકોડ્યો હતો પછી તેના પર હુમલો કર્યો એટલુંજ નહિ પણ નેતાના સાથીઓએ પણ પત્રકારને માર મારવા એક થઈ ગયા.ત્યારબાદ તારકિશોર પ્રસાદે તેના અંગરક્ષકોને પત્રકારની ધરપકડ કરવાનો અને તેને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપી દીધો.
pic.twitter.com/uN5xTq4JQV पत्रकार ने विकास पर सवाल किया तो BJP विधायक तारा किशोर प्रसाद ने उसका हाथ मरोड़ दिया — लोकतंत्र पर हमला।
— Fahim Akhtar فہیم اختر (@speaktostar) November 10, 2025
બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ છે. જેઓને પત્રકારે માત્ર એટલું પૂછ્યું, કે “મોદી-નીતીશ સરકારે 20 વર્ષમાં શું કર્યું છે?” પ્રશ્ન સાંભળીને, તારકિશોર પ્રસાદ ગુસ્સે થઈ ગયા, તેમણે પત્રકારનો માઇક પકડેલો હાથ મચકોડી હુમલો કર્યો.આ ભાજપનું “જંગલ રાજ” છે – જ્યાં પ્રશ્નો પૂછવાને ગુનો માનવામાં આવે છે.
આરજેડીએ પણ તારકિશોર પ્રસાદનો આ વીડિયો પણ શેર કર્યો છે. આરજેડીએ લખ્યું છે કે, “જો તમે ભાજપના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદને ભાજપ અને નીતિશ કુમાર સરકારના કામ વિશે પૂછશો, જે 20 વર્ષથી સત્તામાં છે, તો તમને માર મારવામાં આવશે! બધો વાંક પત્રકારનો છે! શું તમને ખબર નથી કે મીડિયાનું એકમાત્ર કામ ભાજપ પાસેથી પૈસા લેવાનું અને તેની પ્રશંસા કરવાનું છે? “બધું બરાબર છે” કહેતા રહો! તમારી બધી પત્રકારત્વ 20 વર્ષ પહેલાની સરકાર પર કેન્દ્રિત કરો અને તમારા ખિસ્સા ભરતા રહો!”
આમ, આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી અને રાજકારણ ગરમાયુ હતું, લોકશાહીમાં મીડિયાને દરેક નેતાને પૂછવાનો હક્ક છે અને નેતા જવાબ આપવા માટે બંધાયેલા છે ત્યારે હવે મોબાઈલ યુગમાં નેતાઓ જનતા સામે ખુલ્લા પડી રહયા છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો







