
Shravan Kumar: બિહારના ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર અને હિલ્સાના ધારાસભ્ય કૃષ્ણ મુરારી ઉર્ફે પ્રેમ મુખિયા પર ગ્રામજનોએ હુમલો કરી દીધો. આ હુમલામાં ઘણા પોલીસકર્મીઓ ઈજાનો ભોગ બન્યા હતા. ગ્રામજનો પાછળ પડતાં મંત્રી શ્રવણ કુમાર ધોતી પકડીને ભાગવું પડ્યું હતુ. શ્રવણ કુમાર મુખ્યમંત્રી નીતિશકુમારના નજીકના ગણાઈ છે.
તાજેતરમાં પટનાના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા, જેમાં આ ગામના લોકો પણ સામેલ હતા. મંત્રી શ્રવણ કુમાર આજે સવારે પીડિત પરિવારને મળવા માટે હિલ્સાના માલવણ ગામ ગયા હતા, ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ તેમના પર હુમલો કર્યો હતો. જેથી મંત્રીને જીવ બચાવી ભાગવું પડ્યું હતુ. જ્યારે પોલીસકર્મીઓ ઈજાનો ભોગ બન્યો હોવાની વિગતો છે. જેની સારવાર ચાલી રહી છે.
ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા હુમલામાં મંત્રીના અંગરક્ષકો અને સમર્થકો પણ ઈજાઓનો ભોગ બન્યા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ છે. મંત્રી પર હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મંત્રી ધોતી પકડી કાચી કેડીએ ભાગ્યા
बिहार: नालंदा में मंत्री श्रवण कुमार पर ग्रामीणों ने हमला किया, सुरक्षाकर्मी घायल
◆ मंत्री जी को भीड़ ने दौड़ाया, धोती पकड़कर भागते दिखे श्रवण कुमार #Nalanda #NitishKumar #ShrawanKumar || Shrawan Kumar Bihar Minister pic.twitter.com/WqqCyKdAF9
— News24 (@news24tvchannel) August 27, 2025
મંત્રી શ્રવણ કુમાર પોતાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ ગામમાં પહોંચ્યા હતા. ગ્રામજનો પણ મંત્રીની રાહ જોઈ રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થતાં જ ગ્રામજનોએ મંત્રી પર હુમલો કરી દીધો. જ્યાથી હેમખેમ મંત્રી બચી ત્યાથી ભાગ્યા. મંત્રીને તેમના સુરક્ષા પોલીસે બચાવી લીધા. જો કે ગ્રામજનોએ પોલીસ પર પણ હુમલો કર્યો. ગ્રામજનોના હુમલામાં સુરક્ષા કર્મચારીઓ અને મંત્રીના સમર્થકો ઘાયલ થયા. પરિસ્થિતિ એવી હતી કે મંત્રીને ધોતી પકડી કાચી કેડીએ ભાગવું પડ્યુ. લગભગ 1 કિલોમીટર સુધી મંત્રીને ભાગવું પડ્યું. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરી રહી છે.
સમગ્ર મામલે મંત્રી શ્રવણ કુમારે શું કહ્યું?
ગ્રામજનો દ્વારા ભગાડવામાં આવતા શ્રવણ કુમારે કહ્યું, અમે લોકોના દુઃખમાં સહભાગી થવા ગયા હતા. જો કેટલાક લોકો ગુસ્સે હોય, તો મને તે વિશે ખબર નથી.” જે લોકો ખોટું કામ કરે છે અને કાયદાનો ભંગ કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પછી ભલે તે વિપક્ષના લોકો હોય કે શાસક પક્ષના.
નેતાજીની પાછળ પડવાનો કારણો!
અપૂરતું વળતર
ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને યોગ્ય વળતર અને સહાય મળી નથી. તેઓ સરકાર પાસેથી 25 લાખ રૂપિયાનું વળતર અને મૃતકોના પરિવારના એક સભ્યને સરકારી નોકરીની માંગ કરી રહ્યા હતા.
વહીવટની બેદરકારી
ગ્રામજનોનું કહેવું હતું કે રસ્તાના નિર્માણમાં બેદરકારી અને વહીવટની ઉદાસીનતાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સમયસર નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા, જેનાથી તેમનો ગુસ્સો વધ્યો.
મંત્રી અને ધારાસભ્યનું મોડા પહોંચ્યા
ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અકસ્માતના ચાર દિવસ બાદ પણ કોઈ જનપ્રતિનિધિ કે મંત્રી હાલચાલ લેવા આવ્યા ન હતા. જ્યારે મંત્રી અને ધારાસભ્ય આવ્યા, ત્યારે ગ્રામજનોએ તેમની સમસ્યાઓ લાંબા સમય સુધી સાંભળવાની માંગ કરી, પરંતુ મંત્રીના ઝડપથી નીકળી જવાના પ્રયાસથી લોકો વધુ ભડકી ગયા. ગ્રામજનોનો ગુસ્સો ખાસ કરીને સ્થાનિક ધારાસભ્ય પ્રેમ મુખિયાની કામગીરી પર હતો. તેમનું કહેવું હતું કે અકસ્માતના દિવસે ધારાસભ્યના કહેવાથી રસ્તા પરનો જામ હટાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર મદદ મળી ન હતી.
મંત્રી અને ધારાસભ્ય પીડિત પરિવારોને મળવા મલાવાં ગામ ગયા હતા, પરંતુ મુલાકાત બાદ જ્યારે તેઓ ઝડપથી નીકળવા લાગ્યા, ત્યારે નારાજ ગ્રામજનોએ લાકડીઓ અને પથ્થરમારો કરીને તેમના કાફલા પર હુમલો કર્યો.
આ પણ વાંચો:
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
Kutch: ખેડૂતોની મંજૂરી વિના અદાણીની કંપનીએ ખાડા ખોદી નાખ્યા, પોલીસ પર ગંભીર આક્ષેપ!
Vadodara: ગણેશમૂર્તિ પર ઈંડા ફેંકનાર 3 શખ્સો ઝડપાયા, પછી પોલીસે આવા કર્યા હાલ?
Vadodara: ભગવાન ગણેશની મૂર્તિ પર ઈંડા કોણે ફેંક્યા?, ભક્તોમાં રોષ
વોટ ચોરી ગુજરાતથી શરૂ થઈ, ગુજરાત મોડલ વોટ ચોરીનું મોડલ: Rahul Gandhi