
Bihar fire: બિહારના મુઝફ્ફરપુરથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુઝફ્ફરપુરમાં એક દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડાયોમાં આગ લાગી છે. આ ઘટનામાં 4 બાળકો સહિત 5 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, અને ઘણા બાળકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા બાળકોની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના મુઝફ્ફરપુર જિલ્લાના રામપુર મણિ ગામની છે. ફાયર વિભાગે હાલ આગ કાબૂમાં લીધી છે. જો કે આક્ષેપ થયા છે ઘટના બાદ ફાયર વિભઘાની ટીમ મોડા પહોંચી હતી.
શોર્ટ સર્કિટથી લાગી આગ
આજે બિહારના મુઝ્ઝફપુરના રામપુર ગામે લાગેલી આગે સૌ કોઈને હચમાચવી નાખ્યા છે. ગામની દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડા બળીને રાખ થઈ ગયા છે. આ આગની ઘટનમાં 4 બાળકો સહિત 5 લોકોનો જીવ ગયો છે. જ્યારે 15 વધુ બાળકો હજુ ગુમ હોવાની માહિતી મળી રહી છે. જેમની શોધખોળ ચાલી રહી છે. આગ લાગવાના કારણે અને બાળકોએ જીવ ગુમવતાં પરિવારોમાં ભારે આક્રંદ છે.
શોર્ટ સર્કિટથી લાગી આગ
જાણવા મળી રહ્યું છે કે રામપુર મણિમાં એક વ્યક્તિના ઘરે શોર્ટ શર્કિટ થયું હતુ. જેની આગ પાસેના ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી આગ થોડી જ ક્ષણોમાં વિકરાણ સ્વરુપ ધારણ કરી લીધી હતુ. આગે 50 થી વધુ ઝૂંપડાઓને ચપેટમાં લઈ લીધા હતા.
ઝૂંપડા આગની ચપેટમાં આવી જતાં હવે લોકો ઘરવિહોણા બન્યા છે. લોકોના માથે છત ગઈ છે. ઉનાળાની રુતુમાં આ રીતે આગ લાગતાં પરિવારો તડકામાં રહેવા મજબૂર બનશે. એક બાજુ માથેથી છત ગઈ બીજી બાજુ પરિવારજનો ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં રામપુર મણિ ગામમાં ગમગીનતા છવાઈ ગઈ છે.
અહીં પણ મૃતકોના પરિવારોને વળતર આપવાની વાત તંત્ર કરી રહ્યું છે. જો કે આ સરકાર જ્યારે પણ કોઈ ઘટના ઘટે એટલે લોકોની કિંમત પૈસામાં કરી નાખતી હોય છે. જવબાદારો સામે કાર્યવાહી થતી નથી. જેથી આવીને આવી ઘટનાઓ સતત બનતી રહે છે.
આ પણ વાંચો:
Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો
Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?
Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ