Bihar News: પોલીસને લોકોએ માર માર્યો, પથ્થમારો કરતાં ઘણા ઈજાગ્રસ્ત, એકનું માથુ ફૂટ્યું

  • India
  • March 17, 2025
  • 0 Comments

Bihar News:  બિહારના મુંગેર જિલ્લામાં ASI સંતોષ કુમાર સિંહની હત્યાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. તેવામાં ગત રવિવારે રાત્રે ફરી એકવાર ગ્રામજનોએ ડાયલ 112 પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં, એક કોન્સ્ટેબલ બબલુ રજકના માથા પર ઈંટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું માથું ફ્રેક્ચર થયું હતું, જ્યારે અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

હવેલી ખડગપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફસિયાબાદ ગામમાં બે યુવાનો લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા હતા. જેથી ગ્રામજનોએ તેમને પકડીને પંચાયત ભવનમાં બંધ કરી દીધા, ત્યારે તેમણે ડાયલ 112 ને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ, પરંતુ કેટલાક ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો અને ત્યાં જ મામલો ઉકેલવાની જીદ પકડી હતી. આ દરમિયાન, પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતુ. અચાનક ભીડમાંથી કોઈએ પથ્થર ફેંક્યો, જે સીધો પોલીસકર્મી બબલુ રજકના માથા પર વાગ્યો હતો. આ પછી પરિસ્થિતિ વધુ વણસી જતાં ઘણા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

હવેલી ખડગપુરના ડીએસપી અનિલ કુમારે તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કર્યા અને તાત્કાલિક તેમને ફસિયાબાદ મોકલી દીધા હતા. પોલીસ બંને યુવાનોને ટોળાના ચુંગાલમાંથી છોડાવવામાં અને ખડગપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં સફળ રહી હતી. હાલ આ વિસ્તારમાં પરિસ્થિતિ તંગ છે, અને પોલીસ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વધારાના દળો તૈનાત કર્યા છે.

 આ પણ વાંચોઃ Rajkot: હત્યા કરી ફરાર થયેલો શખ્સ 11 વર્ષે ઝડપાયો, ક્યાંથી ઝડપાયો આરોપી?

આ પણ વાંચોઃ PAKISTAN: BLAએ કર્યો બીજીવાર હુમલો, પાકિસ્તાનના 90 સૈનિકોના મોતનો દાવો

આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death

આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ

Related Posts

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….
  • October 28, 2025

UP Crime:  ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ભયાનક ઘટના સામે આવી છે. જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. અહીં એક કાકી-કાકાએ જમીનના નાના ટુકડાના વિવાદમાં તેના 12 વર્ષના ભત્રીજાની ક્રૂરતાથી હત્યા…

Continue reading
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ
  • October 28, 2025

Mumbai: મુંબઈના ખારમાં રહેતી 24 વર્ષીય નેહા ગુપ્તા ઉર્ફે રિંકીના અચાનક મૃત્યુથી સમગ્ર ખાર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. ખાર પોલીસે નેહાના પતિ અરવિંદ અને તેના પરિવારના પાંચ સભ્યોની દહેજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!