Controversy: ફક્ત ભાજપનો એજન્ડા સેટ કરવા ડિબેટ કરો છો, કોંગ્રેસ પ્રવક્તા રાગિની અને એન્કર ચિત્રા ત્રિપાઠી આમને સામને

  • India
  • August 28, 2025
  • 0 Comments

Ragini Nayak, Chitra Tripathi Controversy: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પત્રકાર ચિત્રા ત્રિપાઠી અને કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયક વચ્ચે વિવાદ ચર્ચાનો વિષય બન્યા છે. બંને આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.  આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાગિની નાયકે ચિત્રા પર આરોપ લગાવતો એક જૂનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે ભાજપનો એજન્ડા સેટ કરી રહી છે. હવે આ પોસ્ટથી શરૂ થયેલો વિવાદ ‘રાજકારણ સાથે મનોરંજન’ બની ગયો છે.

વિવાદની શરૂઆત

આ વિવાદ કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયક દ્વારા 24 ઓગસ્ટ 2025 ના રોજ ‘X’ પર પોસ્ટ કરાયેલ એક જૂના વિડિયો પોસ્ટથી શરૂ થયો હતો. આ પોસ્ટમાં રાગિની નાયકે આજતક ચેનલ પર એક જૂની ચર્ચાનો વિડિયો અપલોડ કર્યો હતો. રાગિની નાયકે ચિત્રા ત્રિપાઠી પર ‘ભાજપનો એજન્ડા સેટ કરવાનો’ અને ચર્ચામાં ‘ભાજપને કવર ફાયર આપવાનો’ આરોપ લગાવ્યો હતો.

ચિત્ર ત્રિપાઠી જવાબ આપ્યો

આના જવાબમાં પત્રકાર ચિત્રા ત્રિપાઠીએ 25 ઓગસ્ટ 2025 ના રોજ પોસ્ટ કરી. ચિત્રા ત્રિપાઠીએ પોસ્ટમાં લખ્યું, “રાગિની જી, તમારા માટે કેવા ખરાબ દિવસો આવી ગયા છે, તમારે મને ટ્રોલ કરવા માટે વર્ષો જૂના વીડિયો કાઢવા પડે છે. હું દરરોજ ચર્ચા કરું છું”

રાગિની નાયકે વળતો જવાબ આપ્યો

કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયકે પણ તરત જ વળતો પ્રહાર કર્યો અને કહ્યું, તમારા ટ્વીટરની કમેન્ટ વાંચો, કોના ખરાબ દિવસો આવ્યા ખબર પડશે. “હવે જનતા પોતે જ ભાજપના પગ ચાટતા પત્રકારોને ટ્રોલ કરી રહી છે.” આ ઉપરાંત, રાગિની નાયકે એમ પણ કહ્યું કે તે વારંવાર ચિત્રાની ચર્ચાઓમાં આવતી રહેશે અને તેના ‘સંઘી એજન્ડા’નો પર્દાફાશ કરતી રહેશે.

ચર્ચામાં રાજકારણ અને ચૂંટણીનો ઉલ્લેખ

ચર્ચા અહીં જ અટકી નહીં. 27 ઓગસ્ટ 2025 ના રોજ, ચિત્રા ત્રિપાઠીએ ફરીથી રાગિણી નાયક પર કટાક્ષ કર્યો. ચિત્રા ત્રિપાઠીએ ‘X’ પર પોસ્ટ કરી કે ટ્રોલ્સના કારણે જ રાગિણીને વઝીરપુર વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 6,000 મત મળ્યા અને તેમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ.

હાલમાં, બંનેમાંથી કોઈએ પણ આ ચર્ચાનો અંત લાવવાના કોઈ સંકેત આપ્યા નથી. ચિત્રા ત્રિપાઠી અને રાગિની નાયક વચ્ચેનો આ વિવાદ એક જૂના વીડિયોથી શરૂ થયો, પરંતુ તે હવે રાજકીય આરોપો, વ્યક્તિગત કટાક્ષ અને સોશિયલ મીડિયાની લડાઈમાં ફેરવાઈ ગયો છે. આ ઘટના દર્શાવે છે કે સોશિયલ મીડિયા કેવી રીતે નાની ચર્ચાઓને મોટા વિવાદોમાં ફેરવી શકે છે.

 

આ પણ વાંચો:

Baghpat: લવ મેરેજ કર્યા પછી ફેસબૂક પર નવા પ્રેમી સાથે અફેર, પતિને મોતને ઘાટ ઉતાર્યો, કોર્ટે શું આપ્યો ચૂકાદો?

UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ

Punjab: પૂરના પાણીમાં 400 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો ફસાયા, જુઓ સ્થિતિ

Gujarat Politics: ગુજરાતમાં તમે નામ નહીં સાંભળ્યા હોય તેવી પાર્ટીઓને 4300 કરોડનું દાન ક્યાંથી મળ્યું?

Meerut: “સૈનિક પર હુમલો ચલાવી નહીં લેવાય” NHAI દ્વારા ટોલ કંપની પર ₹20 લાખનો દંડ

સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા

Surat: BRTS બસમાં ડ્રગ્સ બતાવી ઉત્પાત મચાવનાર નશેડી ઝડપાયો, કહ્યું- મને સીટ મળતી ન હતી જેથી મે…

Related Posts

UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?
  • September 1, 2025

UP: મથુરાના ગોવિંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, પોતાના પ્રેમ સાથે લગ્ન ન કરી શકવાથી દુઃખી એક ફોટોગ્રાફરે રવિવારે ઘરે ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેણે આ પગલા માટે છોકરીના…

Continue reading
Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા
  • September 1, 2025

Rajasthan: રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની માવલી ​​કોર્ટે પોતાના એક નિર્ણયમાં એક પુરુષને તેની પત્નીની ક્રૂર હત્યા કરવાના આરોપમાં 8 વર્ષ પછી મૃત્યુદંડની સજા ફટકારી છે. આ નિર્ણય 24 જૂન 2017 ના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

  • September 1, 2025
  • 3 views
છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?

  • September 1, 2025
  • 2 views
UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?

Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા

  • September 1, 2025
  • 5 views
Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા

રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

  • September 1, 2025
  • 9 views
રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

  • September 1, 2025
  • 12 views
Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?

  • September 1, 2025
  • 20 views
UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?