
પશ્ચિમ બંગાળની પુરશુરા વિધાનસભાના રાધાનગરમાં કન્યા સુરક્ષા માર્ચમાં જોડાવા જતા વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીને જોઈને તૃણમૂલ કોંગ્રેસ ( TMC )ના એક સમર્થકે ‘જય બાંગ્લા’ ના નારા લગાવ્યા હતા. નારા સાંભળીને વિપક્ષી નેતા સુવેન્દુ રોષે ભરાઈ કારમાંથી નીચે ઉતરી ગયા અને ઘટનાસ્થળે પહોંચી ગયા. શુભેન્દુ અધિકારીએ જવાબમાં ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા. તેમણે તૃણમૂલ સમર્થકને રોહિંગ્યા કહ્યા.
શુભેન્દુ અધિકારી પોતાનો પિત્તો ગુમાવ્યો
#Watch : “I WILL SKIN YOU ALIVE”
A man shouted Joy Bangla to Suvendu Adhikari at Arambag yday in #Bengal. #BJP LoP Suvendu Adhikari got off the car, chided the man and counter shouted Jai Sri Ram… called him ROHINGIYA & other Slurs…his people abused him. Suvendu asked his… pic.twitter.com/NiJ0fcZQO3
— Tamal Saha (@Tamal0401) July 31, 2025
આરામબાગના હેલેન વિસ્તારમાં તૃણમૂલ સમર્થક શેખ મોઇદુલે ‘જય બાંગ્લા’ ના નારા લગાવ્યા. શેખ મોઇદુલે સુવેન્દુ અધિકારીને જવાબ આપ્યો કે તમે રોહિંગ્યા હોવા જોઈએ, હું નહીં… આ દરમિયાન સુવેન્દુ અધિકારીએ TMC સમર્થક વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી પણ કરી. તેમણે પોતાના સુરક્ષા ગાર્ડ્સને ટીએમસી સમર્થકને દૂર કરવાનો આદેશ પણ આપ્યો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
TMC એ વીડિયો શેર કર્યો
મળતી માહિતી મુજબ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીનો કાફલો હુગલીના રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રસ્તાની બાજુમાં ઉભેલા કેટલાક TMC સમર્થકોએ ‘જય બાંગ્લા’ના નારા લગાવવાનું શરૂ કર્યું હતુ. તે સુવેન્દુ અધિકારી અચાનક કારમાંથી બહાર નીકળી ગયા અને તેમની તરફ દોડી ગયા.
આ ઘટનાનો વીડિયો તૃણમૂલ કોંગ્રેસની સત્તાવાર ફેસબુક પ્રોફાઇલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સુવેન્દુ અધિકારી કારમાંથી ઉતરે છે અને જાણવા માંગે છે કે આવા નારા કોણ લગાવી રહ્યું છે! તેને કહેવામાં આવે છે, ‘જય શ્રી રામ બોલો’. આ પછી, બંને વચ્ચે થોડી દલીલ થાય છે. પાછા ફરતી વખતે, સુભેન્દુ તે વ્યક્તિને ‘રોહિંગ્યા’ કહેતા પણ સાંભળી શકાય છે.
આ પણ વાંચો:
UP: 3 બાળકોની માતાને 14 વર્ષના છોકરા સાથે પ્રેમ, લઈને ભાગી જતાં મચ્યો હડકંપ, જાણો સમગ્ર ઘટના
અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump