
BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી છે જેમાં વેપારીઓ અને માર્કેટના સત્તાધિકારીઓ ખેડૂતોની ઉપજમાંથી માટી, કચરો કે અન્ય બહાનાઓ બનાવીને વધારાનું વજન કાપી લે છે, જેના કારણે ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય ભાવ નથી મળતો. આને ખેડૂતો ‘લૂંટ’ તરીકે જુએ છે અને તેની વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ, ખાસ કરીને રાજુ કરપડાની આગેવાનીમાં તીવ્ર આંદોલન ચલાવવામાં આવ્યું છે. 15 વર્ષ પહેલાં પંડિતો જેવા દાવા કરતા નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન તરીકે તે જ કપાસના વેપારીઓની લૂંટને રોકવામાં નિષ્ફળ સાબિત થયા છે.
બોટાદ APMCમાં ચાલતી ‘કળદા’ પ્રથા જેમાં વેપારીઓ અને અધિકારીઓ ખેડૂતોની ઉપજમાંથી માટી-કચરાના નામે વજન કાપીને તેમની મહેનતને લૂંટી લે છે આ મોદી સરકારની નીતિઓની હકીકત છે. 2010 માં મુખ્યમંત્રી તરીકે મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને કપાસ નિકાસબંધીના ‘કિસાન વિરોધી’ નિર્ણય માટે તીખો પ્રહાર કર્યો હતો, ત્યારે તેઓ ક્યારેય વિચાર્યા નહોતા કે આજે તેમની જ સરકાર ખેડૂતોને રૂ. 2000કરોડથી વધુનું નુકસાન પહોંચાડશે!
બોટાદના કપાસ ખેડૂતોનું કહેવું છે કે ‘સફેદ સોનું’ કપાસ આજે વરસાદ અને આયતના કારણે નહીં, પરંતુ મોદીની નીતિઓ અને વેપારીઓની મદદથી ‘કાળું’ બની ગયું છે.
2010માં મોદીએ મનમોહને પત્ર લખીને કહ્યું હતું કે કપાસ નિકાસબંધીથી ગુજરાતના ખેડૂતોને રૂ.2000 કરોડનું નુકસાન થયું છે. પણ આજે? મોદીની કેન્દ્ર સરકારે કપાસના MSPમાં વધારો કર્યો નથી, નિકાસ પર પ્રતિબંધો લગાવ્યા છે અને APMCમાં કળદા જેવી લૂંટને ચાલુ રાખી છે. આ તો સ્પષ્ટ બેઇમાની છે! મોદીએ જવાબ આપવો જોઈએ – તમે તો મનમોહને જવાબદાર ઠેરવતા હતા, આજે તમારી જ સરકાર કેમ ખેડૂતોની લૂંટને બચાવી રહી છે?
2010ના પત્રની યાદ અને આજની વાસ્તવિકતા
આ વિવાદની શરૂઆત 8 ઓક્ટોબરે થઈ, જ્યારે એક ખેડૂતનો વીડિયો વાયરલ થયો જેમાં કળદા પ્રથાને ખેડૂતોની ‘લૂંટ’ તરીકે દર્શાવવામાં આવી. AAPના આગેવાનીમાં હજારો ખેડૂતોએ 10 ઓક્ટોબરે હલ્લાબોલ કર્યો, જેમાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે તીવ્ર ઘર્ષણ પણ થયું. 12 ઓક્ટોબરે APMCએ કળદા પ્રથા બંધ કરવાની જાહેરાત કરી, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ માત્ર કાગળ પરની વાત છે – વેપારીઓ અને BJPના સ્થાનિક નેતાઓની મદદથી લૂંટ ચાલુ જ છે.આ બધું યાદ અપાવે છે 2010ની તે ઘટના, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલે વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખ્યો હતો. પત્રમાં મોદીએ લખ્યું હતું “કપાસની નિકાસબંધી, એક્સપોર્ટ ડ્યુટી અને લાયસન્સ પ્રથાથી ગુજરાતના લાખો ખેડૂતોને એક મહિનામાં રૂ. 2000 કરોડનું જંગી નુકસાન થયું છે. કેન્દ્રીય મંત્રાલયો વચ્ચે સંકલનનો અભાવ છે અને આ નિર્ણય મુઠ્ઠીભર ટેક્સટાઇલ વ્યાપારીઓના લાભ માટે લેવામાં આવ્યો છે. વડાપ્રધાને જાતે તપાસ કરવી જોઈએ કે આની પાછળ કોણ જવાબદાર છે!” મોદીએ ત્યારે એમ પણ કહ્યું હતું કે કાપડ, વાણિજ્ય, કૃષિ અને નાણા મંત્રાલયો વચ્ચે ‘બેકસૂત્રતા’ છે અને રાજ્ય સરકારો સાથે પરામર્શ કર્યો જ નથી.પરંતુ આજે, વડાપ્રધાન તરીકે મોદીની સરકાર પર તે જ આરોપો લાગે છે! કપાસના MSPમાં નજીવો વધારો, નિકાસ પર અણધારી પ્રતિબંધો અને APMCમાં વેપારીઓને ખુલ્લી છૂટ આ બધું ખેડૂતોને બરબાદ કરી રહ્યું છે.
મોદીએ 2010માં મનમોહને ‘કિસાન વિરોધી’ કહ્યા, પણ આજે તેમની સરકારે કપાસ ખેડૂતોને ઠગવાનું શરૂ કર્યું છે. કળદા પ્રથા બંધ કરવાની જાહેરાત કરીને પણ BJPના વેપારી મિત્રોને રક્ષણ આપવામાં આવે છે. આ તો સ્પષ્ટપણે બેઇમાની અને ખેડૂત વિરોધી વલણ છે!
ખેડૂતો કહી રહ્યા છે કે, કપાસના કિસાનોને તમારી સરકારે બરબાદ કર્યા. કળદા બંધ ન થાય તો આંદોલન રાજ્યભરમાં ફેલાશે!”આ વિવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ખુલ્લી રહી છે, જે BJPના કેન્દ્રીય નેતૃત્વની નીતિઓને કારણે ખેડૂતોના આક્રોશનો ભોગ બની રહી છે. જો મોદી સરકારે તાત્કાલિક MSP વધારો, કળદા પ્રથા પર કડક કાર્યવાહી અને નિકાસ પ્રતિબંધો હટાવવાની જોગવાઈ ન કરી, તો આ આંદોલન ચૂંટણીના મુદ્દા તરીકે ઉભરી શકે છે.
આ પણ વાંચો:










