
ખ્યાતિ હોસ્પિટલકાંના મુખ્ય આરોપી કાર્તિક પટેલને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યા તેના 10 દિવસના એટલે 28 જાન્યુઆરી સુધાના રિમાન્ડ મંજૂર કરાયા છે. અમદવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે 28 જાન્યુઆરી સુધીના જ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગઈકાલે અમદવાદ મુખ્ય આરોપી કાર્તિક પટેલને ક્રાઈમ બ્રાંચે ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. ઘણા સમયથી તે વિદેશમાં ભાગી ગયો હતો. આ કેસમાં તબક્કાવાર ઘણા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો. ખ્યાતિ હોસ્ટિલમાં કાર્તિક પટેલ 51% જેટલો ભાગ ધરાવતો હતો.
કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ દરમિયાન અનેક મુદ્દે પૂછપરછ થશે. તેની પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચોઃ AHMEDABAD: મુખ્ય આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાયો, 14 દિવસના રિમાન્ડની માંગ
આ પણ વાંચોઃ RAJKOT: પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી જતાં 24 વર્ષિય મજૂરનું મોત