Gondal માં ગુંડાગીરી યથાવત, જમીન માટે ભાઈએ જ ભાઈનો જીવ લીધો

Gondal Murder : ગોંડલ આજે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ કથળી ગઈ છે.અહીં વારંવાર હત્યા અને મારામારી તેમજ દાદાગીરીની ઘટનાઓ સામે આવતી હોય છે એટલા માટે ગોંડલ હવે મિર્ઝાપુર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે ગોંડલમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં બે ભાઈઓ વચ્ચેનો જમીનને લઈને વિવાદ થતા ભાઈએ હથિયારના ઘા ઝીંકી પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.

જમીન વિવાદમાં ભાઈએ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

મળતી માહિતી મુજબ રાજકોટના ગોંડલ તાલુકાના વોરા કોટડામાં જમીનના ભાગ મુદે પિતરાઇ ભાઈએ ભાઈ ઉપર હુમલો કરી હત્યા નિપજાવી હતી. ખેતી કરી રહેલા રાજેશભાઈ સાકરીયા ઉપર ટીટો ઉર્ફે અજય સાકરીયા સહિતના શખ્સોએ ગઈકાલે મધ્યરાત્રિના છરી કોઇતા સહિતના ધારદાર હથિયાર વડે તૂટી પડી હત્યા નિપજાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, હત્યા કરનારા કાકા દાદાના ભાઈએ અન્ય ચાર આરોપીઓએ મંડળી રહી રાજેશભાઈ અને પરિજનો ઉપર હુમલો કર્યો હતો. આ દરમિયાન મૃતક રાજેશભાઈને બચાવવા જતા પુત્ર અનિલભાઈ ઉપર પણ જીવલેણ હુમલો કરાયો હતો જેમાં તેમને ઈજા પહોંચતા તેમને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામા આવ્યા છે.

હુમલો કરનાર બુટલેગર અને હિંસાત્મક સ્વભાવ વાળા

જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલો કરનાર બુટલેગર અને હિંસાત્મક સ્વભાવ વાળા છે. અને તેઓ અવારનવાર માથાકૂટ કરે છે ખેતીની જમીનમાં દાદાના વખતનો ભાગ મળ્યો છે છતાં જમીન ઉપર કબજો કરવા વારંવાર હુમલા કર્યા હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે.

ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી શરુ કરી

આ મામલે મામલે અજય સાકરીયા સહિત 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે. જેથી પોલીસે પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતક રાજેશની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ગોંડલમાં કોઈને કાયદાનો ડર કેમ નથી ?

આ ઘટના સામે આવતા ગોંડલમાં ફરી એક વાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે. ગોંડલમાં કેમ આવી ઘટનાઓ વારંવાર બની રહી છે ? શું ગોંડલના અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી ? ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે કે, દાદાના રાજમાં કોઈની દાદાગીરી નહીં ચાલે,કાયદામાં રહેશો તો ફાયદમાં રહેશો વગેરે તો ગોંડલમાં કેમ આવી સ્થિતિ છે ?

આ પણ વાંચો:

Dahod Mgnrega Scam: મંત્રી બચુ ખાબડ બંન્ને પુત્રોના જામીન મંજૂર, 71 કરોડના કૌભાંડમાં થઈ હતી ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ahmedabad: આજે ફરી ચંડોળામાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર કાર્યવાહી, મંદિરો-મસ્જિદો ધ્વસ્ત

પાટણના Satalpur માં દલિત આધેડનું રહસ્યમય મોત, સળગેલી હાલતમાં મળ્યો મૃતહેદ

Gujarat માં બે દિવસ યલો એલર્ટ, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Vadodara: જમ જેવા જમાઈએ સસરા પર કર્યો જીવલેણ હુમલો, જાણો શું છે સમગ્ર મામલો

Gujarat માં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં 17 નવા કેસ

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Mumbai એરપોર્ટ પર બોમ્બની ધમકી આપનાર ઝડપાયો, કર્યો ચોંકાવનારો ખુલાસો

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!