
CAG Report: CAG દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ્સે દેશના વિવિધ મહત્વના પ્રોજેક્ટ્સ અને યોજનાઓમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. આ રિપોર્ટ્સમાં બિહારની ભાજપ સરકાર દ્વારા 70,000 કરોડ રૂપિયાના ખર્ચનો કોઈ હિસાબ ન આપવો, રેલવેમાં 573 કરોડ રૂપિયાનું નુકસાન, ભારતમાળા પ્રોજેક્ટની બિડિંગમાં ગેરરીતિઓ, દ્વારકા એક્સપ્રેસવેના ખર્ચમાં 1400%નો વધારો, NHAI દ્વારા ટોલ નિયમોનું ઉલ્લંઘન, આયુષ્માન ભારત યોજનામાં ધાંધલ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પેન્શન ફંડનો દુરુપયોગ જેવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. જોકે, આ ગંભીર મુદ્દાઓ પર દેશનું મીડિયા રહસ્યમય રીતે ચૂપ રહ્યું છે, જેના કારણે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.
બિહારમાં 70,000 કરોડનો હિસાબ ગાયબ
इस देश के मीडिया को सांप सूँघ गया है
CAG से बड़े घोटालों की रिपोर्ट आ रही हैं लेकिन देश का मीडिया सो रहा है
क्या आपने कोई टीवी डिबेट, कोई खबर देखी हैं?
🔺आज CAG रिपोर्ट में खुलासा हुआ कि बिहार में 70 हज़ार करोड़ कहाँ खर्च हो गए – यह पता ही नहीं चला
🔺कल CAG रिपोर्ट ने रेलवे… pic.twitter.com/BR8Sgp6Jdd
— Supriya Shrinate (@SupriyaShrinate) July 27, 2025
CAG( Comptroller and Auditor General)ના તાજેતરના રિપોર્ટમાં બિહાર સરકાર પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, બિહારમાં લગભગ 70,877 કરોડ રૂપિયા (આશરે 8.5 અબજ ડોલર)ના ખર્ચનો કોઈ પુરાવો કે હિસાબ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો નથી. આ રકમ કયા પ્રોજેક્ટ્સ કે યોજનાઓમાં ખર્ચાઈ, તેની કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. આ ઘટસ્ફોટે રાજ્યની નાણાકીય વ્યવસ્થા અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
રેલવેમાં 573 કરોડનું નુકસાન
21 જુલાઈ 2025ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવેલા CAG રિપોર્ટમાં રેલવે મંત્રાલયના કામકાજ પર પણ આંગળી ઉઠાવવામાં આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે રેલવેમાં ગંભીર ગેરરીતિઓ અને ખામીઓના કારણે ભારત સરકારને 573 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ખુલાસાએ રેલવેની નાણાકીય વ્યવસ્થાપન અને કાર્યક્ષમતા પર સવાલો ઉભા કર્યા છે.
ભારતમાળા અને દ્વારકા એક્સપ્રેસવેમાં ગેરરીતિઓ
CAGના રિપોર્ટમાં ભારતમાળા પરિયોજનાના ફેઝ-1ના અમલીકરણમાં ગંભીર ગેરરીતિઓ ઉજાગર થઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાળા પ્રોજેક્ટની બિડિંગ પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન, ખોટા દસ્તાવેજોના આધારે બિડરોની પસંદગી અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) વિના પ્રોજેક્ટ્સની મંજૂરી જેવી ખામીઓ જોવા મળી. આ ઉપરાંત, દ્વારકા એક્સપ્રેસવેના નિર્માણ ખર્ચમાં 1400%નો વધારો થયો, જે મૂળ મંજૂર થયેલા 18.2 કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટરથી વધીને 250.77 કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટર થયો. આ ખર્ચમાં વધારો એનએચએઆઈ (NHAI)ના આઠ-લેન એલિવેટેડ કોરિડોરના નિર્ણયને કારણે થયો, જેની જરૂરિયાત ન હોવાનું CAGએ જણાવ્યું.
NHAIના ટોલ નિયમોનું ઉલ્લંઘન
CAGના રિપોર્ટમાં એનએચએઆઈ દ્વારા ટોલ નિયમોના ઉલ્લંઘનનો પણ ઉલ્લેખ છે. પાંચ ટોલ પ્લાઝાના ઓડિટમાં જાણવા મળ્યું કે એનએચએઆઈએ નિયમોનું પાલન ન કરીને મુસાફરો પાસેથી 132.05 કરોડ રૂપિયાની વધારાની વસૂલાત કરી. આ ઉપરાંત, ટોલ ફીમાં ઘટાડો કરવામાં વિલંબ અને નિર્માણના વિલંબ દરમિયાન ટોલ વસૂલવાની ગેરરીતિઓ પણ ઉજાગર થઈ.
આયુષ્માન ભારત યોજનામાં ધાંધલ
આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY)ના ઓડિટમાં પણ ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર (9999999999) સાથે નોંધાયેલા છે, અને 88,760 મૃત દર્દીઓના નામે 214,923 નવા દાવા ચૂકવવામાં આવ્યા. આ ઉપરાંત, 2.25 લાખ કેસમાં સર્જરીની તારીખ દર્દીના ડિસ્ચાર્જની તારીખ પછીની દર્શાવવામાં આવી, જેના માટે 300 કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવાઈ. આ ખામીઓ યોજનાના ડેટાબેઝ અને નિયંત્રણ તંત્રની નબળાઈઓ દર્શાવે છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયના પેન્શન ફંડનો દુરુપયોગ
CAGએ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ (NSAP) હેઠળ વૃદ્ધાવસ્થા, વિકલાંગ અને વિધવા પેન્શન યોજનાઓના ફંડનો દુરુપયોગ કરીને અન્ય યોજનાઓના પ્રચાર માટે ખર્ચ કરવાનો આક્ષેપ કર્યો છે. આ ફંડનો ઉપયોગ લાભાર્થીઓના કલ્યાણ માટે થવાનો હતો, પરંતુ તેનો દુરુપયોગ થયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
CAGના આ રિપોર્ટ્સે દેશની નાણાકીય વ્યવસ્થા અને સરકારી યોજનાઓની પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. વિપક્ષે માંગ કરી છે કે આ ઘોટાળાઓની સ્વતંત્ર તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. જોકે, મીડિયાની ચૂપી અને CAG રિપોર્ટ્સની સંખ્યામાં ઘટાડો એ ચિંતાનો વિષય બની રહ્યો છે. બીજી તરફ ભાજપમાં થઈ રહેલા ભ્રષ્ટાચારનો સળો અંતે લોકોને જ લાગી રહ્યો છે. જેથી આ મુદ્દે લોકોએ સરકારને સવાલ કરવા જોઈએ. પણ હાલ આ મુદ્દાને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આ પણ વાંચો:
UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો
America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!
Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi