
Chaitanyananda Saraswati: 17 વિદ્યાર્થીનીઓ પર જાતીય શોષણ કરવાના આરોપસર ધરપકડ કરાયેલા કથિત ધર્મગુરુ સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથીની તપાસ વધુ ગહન બની છે. આજે (1 ઓક્ટોબર) પોલીસ કસ્ટડીમાં તેનો છેલ્લો દિવસ છે. દિલ્હી પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) એ મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરવા ચૈતન્યનંદના અનેક ઠેકાણો પર દરોડા પાડી રહી છે.
દિલ્હીના વસંત કુંજ સ્થિત શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ-રિસર્ચ (SRISIM)માં વિદ્યાર્થીનીઓ પર જાતીય શોષણ કરનાર આરોપી સ્વામી ચૈતન્યનંદને 50 દિવસ પછી 28 સપ્ટેમ્બરના રોજ આગ્રાની એક હોટલમાંથી પકડ્યો છે. બીજા દિવસે, કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. હવે પોલીસે આ કસ્ટડીનો અંતિમ દિવસે તેના અનેક ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે.
એક સેક્સ ટોય મળ્યું
પોલીસ ટીમ આરોપી ચૈતન્યનંદને તેની સાથી પાર્થ સારથીને સંસ્થામાં લઈ ગઈ હતી. તપાસમાં એક સેક્સ ટોય, પાંચ સીડી (કથિત રીતે પોર્નોગ્રાફિક સામગ્રી ધરાવતી) અને ત્રણ નકલી ફોટોગ્રાફ્સ મળી આવ્યા જેમાં તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને એક બ્રિટિશ રાજકારણી સાથે દર્શાવવામાં આવ્યો હતો.

ઉત્તરાખંડમાં દરોડા
આરોપી ફરાર હતો ત્યારે તેની ગતિવિધિઓની ચકાસણી કરવા માટે પોલીસે બાગેશ્વર, અલ્મોડા અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તે વારંવાર હોટલ બદલતો હતો અને વૃંદાવન-આગ્રા-મથુરા સર્કિટ પર 15 થી વધુ સ્થળોએ તેના લોકેશન હતા.
ડિજિટલ પુરાવા અને મોબાઇલ ફોરેન્સિક્સ
તપાસ એજન્સીએ પીડિતોના ત્રણ મોબાઈલ ફોન (એક આઈફોન સહિત) માંથી ગુનાહિત વોટ્સએપ ચેટ્સ, અશ્લીલ સ્ક્રીનશોટ અને ખાનગી ફોટા જપ્ત કર્યા છે. તે હજુ પણ તપાસમાં યોગ્ય રીતે સહકાર આપી રહ્યો નથી, ડિવાઇસ પાસવર્ડ આપવાનો ઇનકાર કરી રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તે પૂછપરછ દરમિયાન પણ ટાળી રહ્યો છે અને પીડિતોની સામે હસતો જોવા મળ્યો છે.
સહયોગીઓની ભૂમિકાની તપાસ
30 સપ્ટેમ્બરના રોજ પોલીસે બે મહિલા સહયોગીઓની અટકાયત કરી અને પૂછપરછ કરી. એવી શંકા છે કે આ મહિલાઓ રાત્રે વિદ્યાર્થીનીઓને તેમના રૂમમાં બોલાવતી અને સીસીટીવી ફૂટેજ સાથે છેડછાડ કરતી. તેમણે કથિત રીતે ચેટ્સ ડિલીટ કરી દીધી હતી અને વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં નાપાસ કરવાની અથવા તેમના ગ્રેડ ઘટાડવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો:
Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો
Gandhinagar: મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, ચોકાવનાર થઈ શકે છે ખૂલાસા!









