
chaitar vasava case: દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમના પર થયેલો મારામારીનો કેસ. એક તરફ ચૈતર વસાવાની જામીન અરજી પર વારંવાર સુનાવણી ટળી રહી છે ત્યારે આપ નેતાઓ હવે ભાજપ પર રોષે ભરાયા છે. એક બાદ એક આપના નેતાઓ ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે ત્યારે હવે આપ નેતા રેશ્મા પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે ચૈતર વસાવાને જામીન ન મળવા મામલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને તેમને ચીમકી પણ ઉચ્ચારી છે.
રેશ્મા પટેલના ભાજપ પર ચાબખાં
ચૈતર વસાવાને જામીન ન મળવા મામલે રેશ્મા પટેલે કહ્યું કે, આદિવાસી સમાજના લડાયક લીડરને રાજકીય રીતે ભાજપ નથી પહોંચી શકતી એટલે કાનૂનના ખેલ ચાલુ કર્યા છે.ગુજરાતમાં જાહેરમાં ખૂન ખરાબા, ચોરી-ચપાટી, બળાત્કારી, કૌભાંડીઓને જામીન મળી જાય છે અને જનતા માટે લડતા ચૈતર ભાઈ વસાવાને કાનૂનની આંટીઘૂંટીમાં ફસાવી રાખે છે એ ગુજરાતની જનતા જાણી ગઈ છે. રેશ્મા પટેલે જણાવ્યું કે, ગુજરાતની ’એન્જિન ફેલ સરકાર’ ના આ ખેલ છે, ’કૌભાંડીઓને બેલ-આદિવાસી બુલંદ અવાજને જેલ’ મળે છે. આ સાથે તેમણે ભાજપ સામે હુંકાર કરતા કહ્યું કે, અમે ડરવા વાળા નથી , અમે જનતા માટે અવાજ ઉઠાવતા રહીશું, બોખલાયેલા ભાજપને જનતા જવાબ આપશે. આ સાથે તેમણે ભાજપને ચીમકી આપી છે કે, ભાજપને કહેવાનું કે હવે અમે કોઈ પણ કચેરીમાં જઈશું તો કેમેરા અને લાઈવ સાથે જઈશું, તમારા અધિકારીઓને કહી દેજો કે અમારા મોબાઈલ, કેમેરા બંધ કરાવવાની કોશિશ ન કરે .
ચૈતર વસાવાને જામીન ન મળતાં રાજકારણ ગરમાયું
આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાને જામીન ન મળતાં આદિવાસી સમાજ અને આપ પાર્ટી હવે ઉગ્ર વિરોધ કરી રહી છે. આ મુદ્દે ફરીવાર રાજકારણ ગરમાયું છે. લોકો કહી રહ્યાં છે કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવીને જેલમાં રાખવાનું ભાજપે ષડયંત્ર રચ્યું છે.
ચૈતર વસાવા પહેલા પણ ભોગવી ચૂક્યા છે જેલવાસ
ચૈતર વસાવા સાથે આવું પહેલીવાર નથી બન્યું કે તેમને જેલમાં પુરાવવું પડયું હોય. તેમને અગાઉ પણ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને ફરીથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. હવે ચૈતર વસાવા બહાર આવશે અને ડબલ જોરથી અવાજ ઉઠાવશે કે ભાજપની ઓફરનો સ્વીકાર કરશે તે જોવું રહ્યું…
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!