
પહેલાગમમાં નાગરિકો પર આતંકી દ્વારા થયેલા હુમલા બાદ દેશમાં ઘમસાણ મચ્યું છે. સરકાર આડેધડ પગલા લઈ રહી છે. આતંકીઓને જવાબ આપવાને બદલે સરકાર સામે બોલનાર અને તેને ખુલ્લી પાડનારના મોં બંધ કરવાના પ્રાયસ કરી રહી છે. સરકાર લોકો, ચેલનો સામે આકરા પગલા ફરી કાયદાકીય ગુંચવણોમાં નાખી હેરાન કરી રહી છે.
કેન્દ્ર સરકારે ભારતમાં 4PM નેશનલ ચેનલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી લોકશાહી મૂલ્યો અને પ્રેસની સ્વતંત્રતા ફરી એકવાર પ્રશ્નાર્થમાં આવી ગઈ છે. માહિતી અનુસાર, આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે ચેનલ સરકારને ધારદાર પ્રશ્નો પૂછે છે અને જાહેર હિતને લગતા મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવે છે.
મીડિયા જગતમાં આ પગલાની ટીકા થઈ રહી છે અને તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. મોદી સરકારના આ પગલા પર ચેનલના સંપાદક સંજય શર્માનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે અમારી રાષ્ટ્રીય ચેનલ 4PMને સરકારે બંધ કરી દીધી. સંજય શર્મા કહે છે કે તેઓ તેમની પત્રકારત્વની ફરજથી પાછળ હટશે નહીં અને કાનૂની લડાઈ લડવા માટે તૈયાર છે.
નરેન્દ્ર મોદી 4PMથી ડરી ગયા અને આ ડરને કારણે, 4PMની YouTube ચેનલ બંધ કરવામાં આવી છે. આ મોદી સરકાર સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. જ્યારે તેઓ પાકિસ્તાન વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં અસમર્થ હોય છે, ત્યારે તેઓ દેશના લોકો અને પત્રકારોને કચડી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધું રાષ્ટ્રીય સુરક્ષાના આડમાં થઈ રહ્યું છે. મોદી સરકારના આ પગલા પર સંપાદક સંજય શર્માનું નિવેદન આપ્યું છે.
4PM નેશનલ ચેનલના એડિટર સંજય શર્મા કહે છે કે અમે ફક્ત એ જ કર્યું જે એક જવાબદાર મીડિયાએ કરવું જોઈએ, સત્ય બતાવવું. આ કાર્યવાહી ફક્ત અમારા માટે જ નહીં પરંતુ સમગ્ર લોકશાહી માટે ખતરનાક સંકેત છે.
સરકારે શું કહી ચેલન બંધ કરી?
તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ કેટલાક અહેવાલોમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા અને સરકારનો ડર’ કારણ દર્શાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષાના નામે લોકશાહીના મજબૂત અવાજને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં નેહા સિંહનું ગીત વાઈરલ થઈ જતાં ગુનો
લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયે પહેલગામ આતંકવાદી હુમલાના પગલે સોશિયલ મીડિયા પર ચોક્કસ ધાર્મિક સમુદાયને નિશાન બનાવતી તેમની ભડકાઉ પોસ્ટ્સ દેશની એકતાને નુકસાન પહોંચાડી શકે છે. ઉલ્લેખનીય છે નેહા સિંહ સતત સરકાર સામે સવાલો કરે છે. તેમણે પહેલગામ હુમલાને લઈ કેટલાંક સવાલો કર્યા હતા. જેનો વિડિયો પાકિસ્તાનમાં પણ વાઈરલ થઈ ગયો હતો. ત્યાર બાદ તેના પર ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રોફેસર ડૉ. માદ્રી કાકોટી સામે સરકારે નોંધાવી ફરિયાદ
લખનૌ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. માદ્રી કાકોટી ઉર્ફે ડો. મેદુસાએ સોશિયલ મીડિયા પર પહેલગામ આતંકવાદી હુમલા પર ટિપ્પણી કરતાં તેમના સામે પણ ફરિયાદ નોંધાઈ છે. લખનૌના હસનગંજ પોલીસ સ્ટેશનમાં પ્રોફેસર માદ્રી કાકોટી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમના પર દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ડૉ. માદ્રી કાકોટી લખનૌ યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં સહાયક પ્રોફેસર છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું કે, ‘ધર્મ પૂછ્યા પછી લિંચિંગ કરવું પણ આતંકવાદ છે.’ ધર્મ વિશે પૂછ્યા પછી કોઈને નોકરી પરથી કાઢી મૂકવું એ પણ આતંકવાદ છે. ધર્મ વિશે પૂછ્યા પછી ઘર ન આપવું એ પણ આતંકવાદ છે. ધર્મના આધારે બુલડોઝર ચલાવવું એ પણ આતંકવાદ છે.
રાષ્ટ્રપતિની મજૂરી વગર સેનાને વડાપ્રધાન છૂટ આપી શકે?
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાને આતંકવાદ સામે કાર્યવાહી કરવા માટે છૂટ આપી છે. જોકે વડાપ્રધાન સેના છૂટ આપી શકે ખરા, તેની માટે રાષ્ટ્રપતિની મંજૂરી, વિપક્ષ સાથે બેઠક કર્યા કર્યા બાદ નિર્ણય લેવાનો હોય છે. જો કે વડાપ્રધાન સીધા જ સેનાને છૂટ આપી રહ્યા છે. શું વડાપ્રધાન રાષ્ટ્રપતિની જગ્યા લઈ રહ્યા છે. ત્યારે આ નિર્ણયની પણ ઘણી ટીકાઓ થઈ રહી છે.
વધુ વિગતો માટે જોતા રહો આ વીડિયો
આ પણ વાંચોઃ
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ