
Child Labor Controversy: મહેસાણાના રામોસણા ગામમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને કચરો વીણી 1 કીમી દૂર સુધી ઠાલવવા મોકલતાં વિવાદ થયો છે. જેનો એક વિડિયો વાઈરલ થતાં શિક્ષકોમાં પણ ખળભળાટ મચી ગયો છે.
સવાલ એ થાય છે કે પોતાના માતાપિતા બાળકોને ભણવા મોકલે છે કે કચરો દૂર સુધી ફેકવા? જેથી શાળામાં વિદ્યાર્થીઓ સાથે કોની રહેમ નજર હેઠળ ચેડાં થઈ રહ્યા છે તેવા સવલો ઉભા થયા છે.
શિક્ષકો કચરો ભેગો કરાવી વિદ્યાર્થીઓને દૂર સુધી નાખવા મૂકલતાં હોવાનું સ્પષ્ટપણે વિડિયોમાં જોઈ શકાય છે. જેથી વિડિયો વાઈરલ થયા બાદ શિક્ષકો વિરુધ્ધ કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે. અધિકારીઓએ આ પ્રથાને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને વિદ્યાર્થીઓ સુરક્ષિત વાતાવરણમાં ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેની ખાતરી કરવી જોઈએ.
ગ્રાન્ટ છતાં વિદ્યાર્થીઓ સાથે સફાઈ
શાળાને સફાઈ માટે ગ્રાન્ટ મળતી હોવા છતાં વિદ્યાર્થીઓને સફાઈ કામ કરાવાતું હોવનું બહાર આવ્યું છે. મહેસાણાના શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદીએ પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડાં થઈ રહ્યા છે તેની ગંભીર નોંધ લીધી છે. તેમણે તપાસ કરાવવા જણાવ્યું છે.
આ પણ જુઓઃ