
- દિલ્હી ચૂંટણી પરિણામ: કાલકાજી બેઠક પર CM આતિશીની જીત
દિલ્હીના CM આતિશીની કાલકાજી વિધાનસભા બેઠક પરથી જીત થઈ છે. દિલ્હીની કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર હતી. અહીં ભાજપના રમેશ બિધુરી પાછળ રહી ગયા છે. તેઓ CM આતિશી સામે ચૂંટણી લડ્યા હતા.
આ તરફ દિલ્હી ચૂંટણી બાદ હાલ ચાલી રહેલ મતગણતરીમાં AAPને પહેલો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં AAP નેતા મનીષ સિસોદિયા ચૂંટણી હારી ગયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી હારી ગયા છે.
ભાજપના તરવિંદર સિંહ મારવાહ 1844 મતોના માર્જિનથી આ બેઠક જીત્યા.
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ તેમને હરાવ્યા છે. જ્યારે કોંગ્રેસના સંદીપ દીક્ષિત ત્રીજા સ્થાને રહ્યા.
આ પણ વાંચો- ‘જીવન નિષ્કલંક હોવું…’ દિલ્હી પરિણામો વચ્ચે કેજરીવાલ પર બોલ્યા અન્ના હજારે