
Corruption Bridge: ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભાજપ બરાબર ઘરાઈ છે. માર્ગ, મકાન વિભાગનું ખાતુ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંભાળતાં હોવા છતાં ગુરાતના બ્રિજો ખરાબ હાલતમાં છે.
સરેન્દ્રનગર
મે 2023માં સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ભાસ્કરપરાથી છાબલીને જોડતો પુલ ઘણાં વખતથી જર્જરીત હાલતમાં હતો. મોટો અકસ્માત સર્જાઈ શકે. લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થવા મજબૂર હતા. પુલની વચ્ચે ગાબડુ પડતા લોખંડના સળિયા દેખાઈ રહ્યા હતા. તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
ભોગાવો નદી – સુરેન્દ્રનગર
2003માં ભોગાવો નદી બનેલો સુરેન્દ્રનગર શહેરના રતનપર સહિતના વિસ્તારને જોડતો સરદારસિંહ રાણા પુલ 23 વર્ષમાં જ જર્જરિત બની ચુક્યો. સુરેન્દ્રનગરના રાણા પુલમાં ગાબડું પડતાં સાંધામાંથી 3 ફૂટ છુટ્ટો પડી ગયો હતો. જાળવણીના અભાવે આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં હતો. 3 ફૂટ જેટલો છુટ્ટો પડી ગયો. છતાં મોટા વાહનો પસાર થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના 3084 જેટલા પુલની ચકાસણી કરવામાં આવી હતી.
તાપી નદી પરનો પુલ
1968માં આવેલા અતિ ભારે પુરમાં માંડવીથી બારડોલી, વ્યારા તેમ જ મઢી જવાના રસ્તામાં આવતો, તાપી નદી પર આવેલો પુલ તૂટી જવાને કારણે અહીંથી તરસાડાબાર વચ્ચે નવા પુલના નિર્માણ સુધી હોડી દ્વારા ફેરી સેવા ચાલુ કરવામાં આવી હતી.
7 વર્ષ પહેલા
7 વર્ષ પહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અનેક પુલ જોખમી હતા. જૂનાગઢથી સોમનાથ સુધીનાં નવા ધોરીમાર્ગ ઉપર અનેક જોખમી પુલ મોત બનીને ઊભા છે. જૂનાગઢ-વંથલી નજીક આવેલા ઓઝત, કેશોદ પંથકનાં માણેકવાડા અને વેરાવળ પંથકનાં મીઠાપુર નજીકનાં પુલ સૌથી વધુ જર્જરીત છે. તેમજ માણેકવાળા નજીકનાં પુલની દિવાલ કે આડસ તૂટી ગઇ છે.
જુનાગઢ પ્રકૃતિ ધામ
નવેમ્બર 2021માં ગિરનારમાંથી નીકળતી નદી પ્રવાહમાં વચ્ચે આવતો પ્રકૃતિ ધામ નજીકનો પુલ જર્જરિત થયો હતો. ભવનાથ વિસ્તારમાં આવેલ લાલઢોરી અને રૂપાયતન તરફ જવાના રસ્તે, ઇન્દ્રભારતી આશ્રમના મુખ્ય ગેટથી નીચે પુલ છે. પુરને કારણે આ પુલ ધોવાઈ ગયો, વાડ-દિવાલ-આડશ તૂટી હતી.
ભોગાવો નદીનો પુલ
માર્ચ 2022માં અમદાવાદ-રાજકોટ ધોરીમાર્ગ બગોદરા પાસે ભોગાવાનો નાનો પુલ જર્જરીત બન્યો હતો. પોપડા પડી ગયા. સળીયા પણ બહા નિકળી હતા. ભારે વાહન પસાર થાય ત્યારે ધ્રૂજતો પૂલ ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ હતી. હોનારત સર્જાવાની ભીતિ હતી. નાના પુલની બાજુમાં હાલ સદભાવના અને વરૂણ નામના બે ઠેકેદારોને પુલ બનાવવાનું કામ સોપ્યું છે.
અમરેલી
ફેબ્રુઆરી 2022માં અમરેલીના રાજુલાના રામપરા ગામ નજીક આવેલ ધાતરવડી નદીનો પુલ ભયાનક પરિસ્થિતિમાં આવી ગયો હતો. પુલ પરથી પસાર થતાં લોકો જાણે મોતના મુખમાંથી પસાર થતાં રહ્યાં. પાણી સતત વહેતું રહેતા પુલમાં ખાડાઓ પડી ગયા છે. વહેતા પાણીમાંથી વાહન જીવના જોખમે પસાર કરે છે. તિરાડો પડી જતાં પુલ ધરાશાયી થવાનો લોકોને ડર સતાવતો રહ્યો.
જામનગર
કલ્યાણપુરના હર્ષદ ગાંધવી માર્ગ પર જોખમી મેઢાક્રીક પુલ પરથી ખટારોચાલક સામે ગુન્હો નોંધાયો હતો. ભારે વજનના વાહનને પસાર થવા પર 2018થી પ્રતિબંધ છે. જાહેરનામુ હોવા છતાં ગઈકાલે ત્યાંથી ચાર ખટારો પસાર થતા પોલીસે તેના ચાલકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.
જોડિયાનું ભાદરા ગામ
16 ઓક્ટોબર 2020માં જામનગરના જોડિયા તાલુકાના ભાદરા ગામ નજીક કચ્છ જવાનો પુલ એકાએક તૂટી પડયો હતો. પુલના બે કટકા થઈ ગયા હતા. જામનગર, કચ્છ અને મોરબીને જોડતો આ પુલ 1970માં બનાવવામાં આવ્યો હતો. 38 મીટર લાંબો, 50 વર્ષ જૂનો પુલ ચાર થાંભલા પર બનાવવામાં આવ્યો હતો. પરંતુ વચ્ચેના બે પોલ જર્જરિત થઇ જતા. તે અચાનક તૂટી પડ્યા હતા. પુલ વચ્ચેથી તૂટી પડયો હતો. વહીવટી તંત્ર દ્વારા આ પુલનું સમારકામ છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય કરવામાં આવ્યુ ન હતું.
બામણાસા સાબલી નદી
6 જુલાઈ 2020માં ચોમાસામાં કેશોદ નજીક બામણાસા પસાર થતી સાબલી નદીમાં પુર આવતાં પુલ પણ એકાએક ધરાશાયી થઇ ગયો. સાબલી ડેમ સાઈટ પર નવ ઈંચ વરસાદ થયો હતો. પતાના મહેલની માફક તેના બે કટકા થઈ ગયા હતા. બે અઢી દાયકા પૂર્વે સાબલી નદી પર બનેલો આ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હતો. ગ્રામજનો દ્વારા બે વર્ષથી પુલને સમારકામ કરવા અથવા નવો બનાવવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. દોઢ બે વર્ષ પહેલાં રસ્તો બન્યો પણ આ જર્જરીત પુલ બન્યો ન હતો.
દેવભૂમિ દંડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદથી ગાંધવી તરફ જવાના માર્ગ પર આવેલો મેઢાક્રીક પુલ થોડા સમયથી જોખમી બની ગયો હોવાના કારણે જિલ્લા મેજીસ્ટ્રેટે આ પુલ પરથી અમૂક વજનથી વધુના વજનવાળા ભારે વાહનોને પસાર થવા સામે મનાઈ ફરમાવી છે. જેનું જાહેરનામું વર્ષ-2૦1૮માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
દ્વારકામાં ઉદઘાટન પહેલાં તિરાડો
દ્વારકામાં બલરામ માટે ગદ્દા વહાલી લાત હતી. પણ અહીં કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી જેવું ભવિષ્યમાં થવાનું હતું.
દ્વારકામાં આકાશી પુલને 2017ના વર્ષના સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની ત્રણ મોટી વિકાસ યોજનાનું ઇ લોકાર્પણ કર્યું હતું. ઓગસ્ટ 2020માં દેવભૂમિ દ્વારકાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ માર્ગમાં વ્યાપક ગેરરીતિ થઈ છે. કામની ગુણવતા નબળી છે. પ્રધાનો રીબીન કાપવા આવે તે પહેલા જ માર્ગમાં તિરાડો પડી હતી. દ્વારકાથી 7 કિ.મી. દૂર બરડીયા ગામ પાસે આવેલ આકાશી પુલમાં મોટી તિરાડો પડી ગઈ હતી. પુલનું હજુ તો લોકાર્પણ કરવામાં આવ્યું નથી એ પહેલા જ પુલમાં મોટી તિરાડો પડી જતા આ કામ કેવું તેનો ખ્યાલ આવે છે, ગડુ વચ્ચેનો માર્ગ પૂર્ણ પણે બન્યો નથી. ચાર માસમાં આ પુલ માં મસ મોટી તિરાડો પડી તો પુલ ચાલું થતાં શું થશે.
રાજ્ય અને કેન્દ્ર સરકારની તકેદારી તપાસ કરાવવી જોઈએ. ભ્રષ્ટાચાર ઢાંકવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળએ તાબડતોબ રિપેરીંગ કામ હાથ ધર્યું હતું. અધિકારી રાજકોટ કચેરીએથી દોડી આવ્યા હતા. રાતના તિરાડો તેમજ ગાબડામાં થિંગડા માર્યા હતા. કામમાં ભ્રષ્ટાચારનું ભીનુ સંકેલાશે તો ભવિષ્યમાં ગમે ત્યારે નબળા પુલના બાંધકામને લીધે મોટી દુર્ઘટના પણ સર્જાઇ શકે છે. સિવિલ ઈજનેર ની દેખરેખ હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષિતો સામે પગલા લેવાય તેવી માંગ કરાઈ છે.
ગુંદલા
27 સપ્ટેમ્બર 2019માં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી ભાણવડ જતા રસ્તા પર ગુંદલા પાસે એક પુલ બેસી ગયો હતો. સાઝડિયારી વચ્ચેના પુલનો એક પીલર બેસી જતા પુલનો આખો છત ધડામ સાથે તૂટી ગયો હતો. પીલર એકાએક બેસી જવાની ઘટના તપાસ માંગે તેવી છે.
ગુંદાલા સોરઠી નદી
28 જુલાઈ 2020માં સોરઠી નદી પર આવેલો પુલ તૂટ્યો, ખંભાળિયા- ભાણવડ વચ્ચેનો વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો હતો. ગુંદા ગામથી આગળ ગુંદલા ગામ પાસે સોરઠી નદી પરનો પુલ પણ ગત વર્ષના વરસાદમાં તૂટ્યો હતો. કેટલા નબળા બાંધકામ થયા છે.
આ પણ વાંચોઃ
Rajkot Amit Khunt Case: પિતાને કોણે મારી પીન?, પિડિતાના વકીલ પર જ કેસ ઠોકી બેસાડ્યો!
Corruption Bridge: ધોરાજીમાં પુલ 2021માં તૂટ્યા પછી 4 વર્ષે નવો પુલ ન બન્યો | PART- 7
Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5
Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4










