
Dahod News: દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉહાપોહ મચાવનાર બિનખેતી જમીન કૌભાંડમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. કોર્ટે જેલની સજા કાપી રહેલા ચાર આરોપીને જામીન પર છૂટા કર્યા છે. આ આરોપીઓમાં તત્કાલીન સર્કલ ઓફિસર એમ.કે. તાવીયાડ, ઇન્ચાર્જ ટીડીઓ જી.એમ. બારીયા તેમજ હારુન પટેલ અને મુસ્તુફા જીરુવાલાનો સમાવેશ થાય છે.
કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક કુતબુદ્દીન રાવતને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે અને તેની ધરપકડ પર સ્ટે છે. જ્યારે બીજો મુખ્ય આરોપી રામુ પંજાબી (રામ સેવક પંજાબી) હજુ ફરાર છે.
સત્તાની ઉપરવટ જઈ હુકમો કર્યા
આ કૌભાંડે માત્ર દાહોદ જ નહીં, સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે અધિકારીઓ અને દલાલો, ભૂમાફિયાઓએ મળી ચાર્જ ન હોવા છતાં સત્તાની ઉપરવટ જઈ હુકમો કરી જમીન NA(બિનખેતી) કરાવી હતી.
મળતી માહિતી અનુસાર દાહોદ શહેર અને તેની આસપાસનાં 24 ગામોમાં નકલી NA હુકમોના આધારે જમીન બિનખેતી કરવાના કૌભાંડમાં દાખલ કરાયેલી ફરિયાદોની 9070 પાનાની ચાર્જશીટ પોલીસે કોર્ટમાં રજૂ કરાઈ છે.
જો કે આ તપાસની અસર દાહોદ જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પડી છે. જેથી રાજ્યની કચેરીઓ શંકાના ઘેરામાં છે.
આ પણ વાંચોઃ PM મોદી અમેરિકાના પ્રવાસે, ટ્રમ્પને સમજાવી ગેરકાયદે રહેતાં ભારતીયોનો શું કરશે જૂગાડ?
આ પણ વાંચોઃ SURAT: અડાજણમાં કાળ બનીને આવેલું પાલિકાનું ડમ્પર વિદ્યાર્થિનીને ભરખી ગયું