
ગુજરાતમાં અકસ્માતનો વણઝાર થઈ છે. સવારે જ અમદાવાદના SP રિંગ રોડ સર્જાયેલા ભયંકર અકસ્માતમાં દંપતિનું મોત થયું છે. ત્યારે હવે અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ પાસે ST બસ અને રિક્ષા વચ્ચે અક્સમાત થતાં એક મુસાફરનું મોત થયું છે. રિક્ષામાં બેઠેલા મુસાફરના શરીના ભાગ ફૂગ્ગાની જેમ ફૂટી ગયો હોય તેવા દ્શ્યો રોડ પર સર્જાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-મહેસાણા હાઇવે પર અડાલજ ટોલટેક્સ પાસે ST બસ અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. જેમાં લક્ઝરી બસે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં બેઠલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત કમકમાટીભર્યું મોત થઈ ગયું છે. અકસ્માત એટેલો ભયંકર છે કે મુસાફરના શરીરના ભાગ આખો ચગદાઈ ગયો છે અને માસના ટૂંકડા છૂંટા પડી ગયાછે. માથાનો ભાગ પણ છૂદાઈ ગયો છે. લાશને પકડી શકાય તેવી હાલતમાં નથી. તેને ભેગી કરવી પડી તેવી સ્થિતિ સર્જાઈ છે. મુસાફર ઊપર બસના ટાયર ફરી વળતા આ ભયંકર અકસ્માત થયો છે. હાલ પોલીસે પહોંચી પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની ગંભીરતા જોતા અમદાવાદ તરફના રોડ બંધ કરાયો છે. આ અકસ્માત જોઈ રાહદારી અને વાહનચાલકો પણ ફફડી ગયા છે.