
Deesa: બનસાકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભયંકર આગ ભભૂકતાં અત્યાર સુધી 18 શ્રમિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. 18 મૃતકોમાં 4થી વધુ કિશોર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. મોતનો આંકડો સતત વધી રહ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લોકોને એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. જેના કારણે એક ગોડાઉનની છત ધારાસાયી થઈ જતાં કેટલાક લોકો દટાઇ ગયા હતા. જ્યારે કેટલાં દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 6 લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણ જેટલા લોકો 40 ટકાથી વધુ દાઝ્યા છે. જ્યારે અત્યાર સુધી મૃતકોની સંખ્યા 18 સુધી પહોંચી છે. હાલ આગ પર કાબૂ મેળવાયો છે. જોકે મોટી જાનહાનિ થઈ છે. પોલીસ તંત્ર, કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જ્યારે ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો છે.
મૃતકો મધ્ય પ્રદેશના
ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. હાલ મૃતકોની ઓળખ માટેની કામગીરી થઈ રહી છે. બીજી બાજુ મજૂર પરિવારોમાં ભારે આક્રંદ છે.
આગ લાગવાનું કારણ શું?
પ્રાથમિક જાણકારી અનુસાર ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વિસ્ફોટ આગમાં શ્રમિકોના શરીરના માસના લોચા પણ નીકળી ગયા છે.
ઘટનામાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?
ડીસા આગ ઘટનામાં ભોગ બનેલા શ્રમિકોને સરકારે મદદ કરવી જોઈએ: શક્તિસિંહ ગોહિલ#ડીસા #શક્તિસિંહગોહિલ #ધગુજરાતરિપોર્ટ pic.twitter.com/GcDUCqKRMY
— The Gujarat Report (@TGujarat_Report) April 1, 2025
આ પણ વાંચોઃ પાયલ ગોટી પ્રકરણની PM મોદીને જાણ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને છાવરે છે?
આ પણ વાંચોઃ બળાત્કારના કેસમાં પાદરી બજિન્દર સિંહને આજીવન કેદ, પટિયાલા જેલમાં બંધ | priest Bajinder Singh
આ પણ વાંચોઃ દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના જામીન રદ, સ્વામી વિદેશમાં છે ફરાર | Dharmaswarupdas
આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?