
Deesa: બનસાકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભયંકર આગ ભભૂકતાં 11 શ્રમિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. મોતનો આંકડો વધાવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લોકોને એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. જેના કારણે એક ગોડાઉનની છત ધારાસાયી થઈ જતાં કેટલાક લોકો દટાઇ ગયા હતા. જ્યારે કેટલાં દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 6 લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણ જેટલા લોકો 40 ટકાથી વધુ દાઝ્યા છે. જ્યારે 11 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. હાલ આગ પર કાબૂ મેળવાયો છે. જોકે મોટી જાનહાનિ થઈ છે. પોલીસ તંત્ર, કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો ભયાવક થયો છે કે મજૂરોને અંગો છૂટા પડી ગયા છે. કેટલાંક લોકોના માસના લોચા નીકળી ગયા હોવાની માહિતી મળી રહી છે. આ ભયંકર દુર્ઘટનાનો ભોગ નિર્દોષ મજૂરો બન્યા છે. જાણકારી મળી રહી છે કે ફટાકડાની ફેકટરી ગેરકાયદેસર રીતે ચાલે છે. અધિકારીઓ રટણ કરી રહ્યા છે ફેક્ટરીએ માત્ર ફટાકડા વેચાણની પરમિશન લીધી હતી. બનાવવા માટે લીધી ન હતી.
જે ફેકટરીમાં બ્લાસ્ટ થયો છે. ત્યા જ મજૂર પરિવારો પણ રહે છે. આ દુર્ઘટના સર્જાતાં પરિવારમાં ભારે આક્રંદ છે.
આ પણ વાંચોઃ બળાત્કારના કેસમાં પાદરી બજિન્દર સિંહને આજીવન કેદ, પટિયાલા જેલમાં બંધ | priest Bajinder Singh
આ પણ વાંચોઃ દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના જામીન રદ, સ્વામી વિદેશમાં છે ફરાર | Dharmaswarupdas
આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?
આ પણ વાંચોઃ jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ