
IGI Airport Delhi Video: દિલ્હીમાં ભારે તોફાન અને વરસાદે ફરી એકવાર ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાસ્તવિકતા ઉજાગર કરી છે. વરસાદ અને તોફાનથી છત તૂટી પડી અને ટર્મિનલ પર ઝડપથી પાણી વહેવા લાગ્યું હતું. જોકે સદનસીહબે આનાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટર્મિનલ-1 નજીક મુસાફરોમાં ચોક્કસ ગભરાટ હતો. જો કે આ ઘટનાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે.
દિલ્હીમાં ફરી ભારે વરસાદથી એરપોર્ટની છત તૂટી
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવા જ એક વીડિયોમાં દિલ્હી એરપોર્ટની બહાર ફૂટપાથ પર મોટાભાગનો ઓવરહેંગ પડતો સ્પષ્ટ દેખાય છે. આના કારણે આખા ફ્લોર પર પાણી ફેલાઈ ગયું અને નજીકમાં ઉભેલા લોકો ત્યાંથી ભાગવા લાગ્યા.
એરપોર્ટનું સંચાલન કરતી કંપનીએ શું કહ્યું ?
એરપોર્ટનું સંચાલન કરતી કંપનીએ જણાવ્યું હતું કે ભારે તોફાન અને વરસાદને કારણે, ટર્મિનલ 1 ના આગમન તરફ છત પરની તાડપત્રી ફાટી ગઈ હતી, જેના કારણે પાણી નીચે વહેવા લાગ્યું હતું. એરપોર્ટ પર તૈનાત સ્ટાફે તાત્કાલિક પરિસ્થિતિ સંભાળી લીધી અને મુસાફરોને ટર્મિનલની બીજી બાજુ લઈ જવામાં આવ્યા. એરપોર્ટના ટર્મિનલ-3 પર પાણી ભરાઈ જવાથી મુસાફરોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
શું હવામાન જ અકસ્માતનું એકમાત્ર કારણ છે ?
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ અકસ્માત માટે ભારે પવન (70-80 કિમી પ્રતિ કલાક) અને 80 મીમી વરસાદને જવાબદાર ઠેરવ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું ભારે હવામાનને કારણે કોઈ આધુનિક માળખું આટલી સરળતાથી તૂટી શકે છે? ખાસ કરીને જ્યારે તે આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે.
આ ઘટના ફક્ત કુદરતી આફતનું પરિણામ હોય તેવું લાગતું નથી, કારણ કે,આ એરપોર્ટની છત ભારે હવામાનનો સામનો કરી શકતી નથી.ટર્મિનલ-1 ને તાજેતરમાં અપગ્રેડ કરવામાં આવ્યું હતું અને ભવિષ્યના મુસાફરોના ટ્રાફિકને સંભાળવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. છતાં ભારે વરસાદ અને પવનના જોરદાર ઝાપટાએ સિસ્ટમને ખુલ્લી પાડી દીધી છે.
ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ કેમ ન લીધો ?
નોંધવા જેવી બાબત તે છે કે, આ પહેલી ઘટના નથી. જૂન 2023 માં ટર્મિનલ-1 પર પણ આવી જ એક દુર્ઘટના બની હતી. તે સમયે પણ વરસાદ અને ભારે પવનને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ ન તો કોઈ સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને ન તો માળખાકીય સુધારાના કોઈ સમાચાર મળ્યા હતા. હવે, બે વર્ષ પછી, એ જ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
શું દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરેખર સુરક્ષિત છે
આ ઘટના મુસાફરો અને સામાન્ય લોકોમાં ઊંડી ચિંતા અને અવિશ્વાસ પેદા કરી રહી છે. સોશિયલ મીડિયા પર સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરેખર સુરક્ષિત છે. શું દર ચોમાસામાં મુસાફરો આવી ઘટનાઓથી ડરશે?
दिल्ली एयरपोर्ट पर भ्रष्टाचार के विकास ने लगाई छलांग — छपाक! 😂😂 pic.twitter.com/NUqtSUdqoi
— Bihar Congress (@INCBihar) May 25, 2025
ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળવા માટે કોઈ નક્કર પગલાં લેવાશે?
DIAL એ તાત્કાલિક સમારકામ શરૂ કર્યું પરંતુ વાસ્તવિક મુદ્દો એ છે કે શું ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળવા માટે કોઈ નક્કર અને કાયમી પગલાં લેવામાં આવશે? માત્ર સમારકામ નહીં પરંતુ હવે સમય આવી ગયો છે. સમગ્ર ડિઝાઇન, બાંધકામની ગુણવત્તા અને ડ્રેનેજ સિસ્ટમની નિષ્પક્ષ અને તકનીકી રીતે સમીક્ષા થવી જોઈએ.
આ પણ વાંચો:
Boycott of Pak name in India: મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવાયો, શું પહેલગામનો બદલો લેવાઈ ગયો?
લાલુ પ્રસાદ યાદવે Tej Pratap Yadav ને પાર્ટી અને પરિવારમાંથી તગેડી મુક્યા, જાણો શું છે મોટુ કારણ?
Praful Vasava ને કેવડીયા બચાવો આંદોલનથી દૂર કરવાનું ષડયંત્ર, Chaitar Vasava ને કેમ વાંધો પડ્યો ?
Boycott of Pak name in India: મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવાયો, શું પહેલગામનો બદલો લેવાઈ ગયો?
Taj Mahal ને RDX થી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એક્શન મોડમાં
Gujarat માં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા ?
Vadodara: નશામાં ટલ્લી PSI એ 3 વાહનને લીધા અડફેટે, કારમાંથી મળી દારૂની બોટલો
Kadi અને Visavadar બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન
પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA








