
- દિલ્હી વિધાનસભા ચૂંટણી: અરવિંદ કેજરીવાલનો મસમોટી જીતનો દાવો- કહ્યું- આટલી સીટો તો પાક્કી
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે તેમની પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 55 સીટો જીતશે.
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, મારા અનુમાન અનુસાર આમ આદમી પાર્ટીની 55 સીટો આવી રહી છે. પરંતુ જો મહિલાઓ જોર લગાવી દે, તમામ વોટ કરવા આવે તો અને પોતાના ઘરના પુરૂષોને પણ આમ આદમી પાર્ટીને વોટ આપવા માટે સમજાવે તો 60થી વધારે આવી શકે છે.
જોકે, બીજેપી અને કોંગ્રેસ કહી રહી છે કે આ વખતે લોકો તેમનો સાથ આપશે.
દિલ્હીમાં થયેલી 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 60થી વધારે સીટો મેળવીને પોતાના દમ ઉપર સરકાર બનાવી હતી.
દિલ્હીમાં 70 વિધાનસભા સીટ છે અને કોઈપણ પાર્ટીને સરકાર બનાવવા માટે 36 સીટોની જરૂરત છે.
દિલ્હીમાં એક તબક્કામાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન છે અને આઠ ફેબ્રુઆરીએ જ આનું પરિણામ આવશે. ચૂંટણી પરિણામોમાં આમ આદમી ઉપરાંત બીજેપી અને કોંગ્રેસ છે.
આ પણ વાંચો-‘ગુજરાત યુનિ.ના B.COMનું પેપર વેચવાનો પ્રયત્ન’: વોટ્સએપ ચેટ વાઈરલ