
- દિલ્હી વિધાનસભા ચૂંટણી: પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને છોડ્યા પાછળ
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતના વલણોમાં નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા આગળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
દિલ્હીની 70 વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. તેમાં તે 6 બેઠકો પણ સામેલ છે જ્યાંથી દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં દિલ્હી, કાલકાજી, જંગપુરા, પટપરગંજ, બલ્લીમારન, ઓખલા બેઠકનો સમાવેશ થાય છે. આજે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, સીએમ આતિશી, મિનિસ્ટર સૌરભ ભારદ્વાજ, પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, બીજેપીના કપિલ મિશ્રા, રમેશ બિધૂડી, કોંગ્રેસના સંદીપ દીક્ષિતનું રાજકીય ભાવિ નક્કી થશે. તો આ તમામ હોટસીટ પર દેશભરની નજર ટકેલી છે.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી 24 સીટોમાં આગળ ચાલી રહી છે, તો આમ આદમી પાર્ટી 6 સીટોમાં આગળ ચાલી રહી છે.
દિલ્હી વિધાનસભા બેઠક
નવી દિલ્હી બેઠક પર AAP કન્વીનર અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, ભાજપના પૂર્વ સાંસદ પરવેશ વર્મા અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત વચ્ચે મુકાબલો છે. કેજરીવાલ છેલ્લી ત્રણ ચૂંટણીથી આ બેઠક જીતી રહ્યા છે. તેમજ છેલ્લી બે ચૂંટણીમાં આ બેઠક પર કેજરીવાલને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી બેઠક પર 56.4% મતદાન થયું હતું.
આ પણ વાંચો-દિલ્હી ચૂંટણી પરિણામ: દિલ્હીમાં ભાજપનો ઘોડો દોડ્યો; આપ ધીમે પડી તો કોંગ્રેસે ખાતુંં ખોલાવા તરફ
કાલકાજી બેઠક
આતિશી કાલકાજી વિધાનસભાના ધારાસભ્ય છે. તેઓ ફરી એકવાર આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો ભાજપના પૂર્વ સાંસદ રમેશ બિધૂડી અને કોંગ્રેસની અલકા લાંબા સાથે મુકાબલો છે. કાલકાજી બેઠક પર 54.59% મતદાન થયું હતું.
જંગપુરા બેઠક
જંગપુરા બેઠક ચર્ચામાં છે કારણ કે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અહીંથી ઉમેદવાર છે. સિસોદિયા ભાજપના તરવિંદર સિંહ મારવાહ અને કોંગ્રેસના ફરહાદ સૂરી સામે ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી ચૂંટણી AAPના પ્રવીણ કુમારે જીતી હતી. અહીં 57.42% મતદાન થયું હતું.
પટપરગંજ બેઠક
આ વખતે અવધ ઓઝા પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની બેઠક પટપરગંજથી AAP તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો ભાજપના રવિન્દર સિંહ નેગી સામે છે. કોંગ્રેસ તરફથી અનિલ ચૌધરી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. AAPના વર્ચસ્વ પહેલા, કોંગ્રેસ 1998 થી 2013 સુધી આ બેઠક જીતી હતી. 2020માં સિસોદિયા અહીંથી લગભગ 3000 વોટથી જીત્યા હતા. અહીં 60.70% મતદાન થયું હતું.
ઓખલા બેઠક
આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લા ખાન સતત ત્રીજી વખત ઓખલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસે અરીબા ખાન અને ભાજપે મનીષ ચૌધરી સાથે છે. આ વખતે AIMIM એ શફા ઉર રહેમાનને પહેલીવાર પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
બલ્લીમારન બેઠક
બલ્લીમારન એ પરંપરાગત રીતે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. આ બેઠક ચાંદની ચોક લોકસભા મતવિસ્તારની મહત્ત્વની બેઠક છે. આ વર્ષે AAPએ પોતાના ઉમેદવાર તરીકે ઈમરાન હુસૈનને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે દિગ્ગજ નેતા હારૂન યુસુફને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે 2022માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સીટ જીતનાર કમલ બાગરીને મેદાનમાં ઉતાર્યા છે. ઈમરાન હુસૈન બલ્લીમારન બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર યુસુફ સામે ટકરાશે તેવી સંભાવના છે. હારૂન આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ શીલી દીક્ષિતના કાર્યકાળમાં મંત્રી પણ રહી ચુક્યા છે.
આ પણ વાંચો- મહાકુંભ રેલવેના અમદાવાદ વિભાગને ફળ્યો; એક મહિનામાં કરી ₹186 કરોડથી વધુની કમાણી