
- દિલ્હી ચૂંટણી પરિણામ: દિલ્હીમાં બીજેપી જીત તરફ AAP બનશે સત્તાવિહોણી
વોટ કાઉન્ટિંગ શરૂ થતાં જ ભાજપ સતત લીડ કરી રહી છે. અત્યારસુધીમાં ભાજપ 31 બેઠકો પર આગળ છે. જ્યારે AAP 12 બેઠકો પર લીડ કરી રહી છે. કોંગ્રેસ હજુ સુધી એક બેઠક પર જ લીડ મેળવી શકી છે. AAP ના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ, આતિશી અને મનીષ સિસોદિયા પાછળ ચાલી રહ્યા છે. હાલમાં બીજેપી 30થી વધારે બેઠક પર લીડ કરી રહી છે, તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ અને આતિશી જેવા દિગ્ગજ નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે.
દિલ્હીમાં સત્તાપલટો થતો હોવાનું દેખાઈ રહ્યું છે. દિલ્હીમાં વર્ષો પછી બીજેપી કમાન સંભાળે તેવા સંકેત દેખાઈ રહ્યાં છે.
વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે, અમને લાાગે છે કે, પરિણામ અમારા પક્ષમાં આવશે. અમારા કાર્યકરોએ તનતોડ મહેનત કરી છે. ભાજપમાં ડબલ એન્જિનની સરકાર બનશે. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહના નિવેદનો પરથી લાગી રહ્યું છે કે, AAP એ હાર સ્વીકારી લીધી છે. અમે કેજરીવાલ સરકારને મુદ્દાઓથી છટકવા દીધા નથી. તેમણે લોકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અમે સવાલો કર્યા કે, તેમણે 10 વર્ષમાં શું કર્યું. જનતાએ વિકાસનો માર્ગ પસંદ કર્યો છે. આથી મને વિશ્વાસ છે કે, દિલ્હીમાં ભાજપની સરકાર બનશે.
AAPના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ભાજપના પરવેશ વર્મા આકરી ટક્કર આપી રહ્યા છે. પરવેશ વર્મા શરૂઆતી વલણોમાં લીડ કરી રહ્યા છે. બિજવાસનમાંથી ભાજપના કૈલાશ ગેહલોત પણ આગળ ચાલી રહ્યા છે.
દિલ્હી વોટ કાઉન્ટિંગના પ્રારંભિક વલણોમાં કાલકાજી બેઠક પરથી વર્તમાન મુખ્યમંત્રી આતિશી પાછળ છે. જંગપુરા બેઠકમાં મનીષ સિસોદિયાને પણ ભાજપ આકરી ટક્કર આપી રહ્યું છે. ભાજપ 12 બેઠકો પર લીડ કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી ચાર બેઠકો પર લીડ કરી રહી છે.
આ પણ વાંચો- દિલ્હી વિધાનસભા પરિણામ: પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને છોડ્યા પાછળ