Delhi Budget 2025: દિલ્હીનું પહેલીવાર 1 લાખ કરોડનું બજેટ, મુખ્યમંત્રીની જાહેરાત, જાણો વધુ

  • India
  • March 25, 2025
  • 0 Comments

Delhi Budget 2025:  દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર સોમવારે ‘ખીર’ સમારોહ સાથે શરૂ થયું હતું, અને આજે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. દિલ્હીના સામાન્ય લોકોને બજેટથી ઘણી અપેક્ષાઓ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં આવેલી ભાજપ સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું હતુ. બજેટમાં મહિલા સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને તેના માટે અલગથી નાણાં ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી માટે 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે.

દિલ્હીમાં વૈશ્વિક રોકાણ સમિટ યોજાશે

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ રજૂ કરતી વખતે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હીમાં પહેલીવાર વૈશ્વિક રોકાણ સમિટનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવાનો પ્રયાસ કરીશું.

ધારાસભ્ય ભંડોળમાં 350 કરોડ રૂપિયાની જોગવાઈ

દિલ્હી વિધાનસભાના બજેટ ભાષણ દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ધારાસભ્ય ભંડોળમાં 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ ધારાસભ્યોને કામ કરવા માટે સંપૂર્ણ ભંડોળ મળશે. હવે ધારાસભ્યોને ભંડોળની અછતનો સામનો કરવો પડશે નહીં.

દિલ્હીના બજેટમાં આ મુદ્દાઓ પર ધ્યાન

બજેટમાં માળખાગત વિકાસની સાથે 10 ક્ષેત્રોના કામને ધ્યાને વધુ લેવાયા છે. જેમાં વીજળી, પાણી અને રસ્તાઓનો વિકાસ સામેલ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા 2025-26 માં માળખાગત પ્રોજેક્ટ માટે 1 હજાર કરોડ રૂપિયાની રકમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે દિલ્હીને નવો દેખાવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

દિલ્હીમાં મુખ્યમંત્રીએ બજેટ કેમ રજૂ કર્યું?

ઉલ્લેખનયી છે કે દેશના કોઈપણ રાજ્યમાં નાણામંત્રી બજેટ રજૂ કરે છે. ત્યારે દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ રજૂ કર્યું છે. ત્યારે દરેકને સવાલ થઈ રહ્યા છે. કે મુખ્યમંત્રીએ બજેટ કેમ રજૂ કર્યું? તો આપને જાણવી દઈએ કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા જ નાણાંમંત્રી પણ છે. તેમની પાસે નાણા વિભાગનો હવાલો છે. જેથી તેમની સત્તાવાર બજેટ રજૂ કરવાની જવાબદારી છે.

આ પણ વાંચોઃ Solar eclipse: શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે

આ પણ વાંચોઃ Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, કોણ જીતશે? | GT vs PBKS 

આ પણ વાંચોઃ અમદાવાદ-મુંબઈનો રેલવ વ્યવહાર પુનઃ શરુ, વટવા નજીક ક્રેન તૂટી પડી હતી | Crane collapses

આ પણ વાંચોઃ Vadodara: ધારાસભ્યએ કરેલા સમૂહલ લગ્નના આયોજનમાં દુષ્કર્મના આરોપીનું સન્માન

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
    • October 29, 2025

    Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 14 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 19 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 21 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ