
- દિલ્હી ચૂંટણી: ન સમજાય એ રીતે ભાજપની જીતની તરફેણમાં લોકમત ઉભો કરાયો
અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2025: મુસ્લિમ મત ટકાવારી 50% છે, ત્યાં ભાજપના ઉમેદવારો આગળ જોવા મળે છે. ઓવૈસી ભલે કોઈ બેઠક ન જીતે પણ અહીં અમિત શાહ અને ઓવૈસીની મિત્રતા જીતી રહી છે. ગુજરાતની જેમ. કોઈક રીતે દિલ્હીની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં ધ્રુવીકરણ કરવામાં સફળતા મેળવી છે. ઓવૈસીના બન્ને ઉમેદવારો નહીં જીતે પણ તે ભાજપના ઉમેદવારોને જીત અપાવવામાં તેમનું મોટું યોગદાન આપી શકે એવી સ્થિતી છે.
કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાં મુખ્યપ્રધાન આતિશી પાછળ છે. તેમની સંભવિત હાર શરૂઆતથી જ સ્પષ્ટ દેખાવામાં આવતી હતી. અલકા લાંબા આફતમાં નકલી રીતે બતાવવામાં આવે છે.
અરવિંદ કેઝરીવાલ અને અતીશી વચ્ચેની રાજકીય લડાઈ ફૂટેલું મિડિયા બતાવી રહ્યું છે. શિલા દીક્ષીત અને શુસ્મા સ્વરાજને મહાન બતાવીને અતીશીને નીચે બતાવવા ભાજપના લોકો મેદાને પડીને જીત કૃત્રિમ નહીં પણ કુદરતી હોવાનું જણાવી રહ્યાં છે.
ઓવૈસીના તાહિર અને શિફા-ઉર-રહેમાન ચૂંટણી લડે અને જેલમાંથી મુક્ત થાય તો ભાજપને ચૂંટણીમાં ફાયદો ચોક્કસ મળત એવું ભાજપ તરફી લોકો કહી રહ્યાં છે.
આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી પરિણામ: દિલ્હીમાં ભાજપનો ઘોડો દોડ્યો; આપ ધીમે પડી તો કોંગ્રેસે ખાતુંં ખોલાવા તરફ
મુસ્લિમોએ પણ ભાજપને મત આપ્યો હોય તેવું ટીવી પત્રકારો દ્વારા બતાવવામાં આવે છે. આવો ચમત્કાર પણ ભાજપના નજીકના પત્રકારો દિલ્હીમાં કરી રહ્યાં છે.
ચૂંટણીઓમાં એક નવો ટ્રેન્ડ ઉભરી રહ્યો હોવાનું ભાજપ તરફી મુસ્લિમ પત્રકારો કહી રહ્યાં છે કે મુસ્લિમોની ભાજપ પ્રત્યેની વિચારસરણી બદલાઈ રહી છે. કારણ કે ભાજપની આ પ્રકારની જીત ફક્ત એક બાજુના મતોથી થતી નથી. પણ તેઓ ભૂલી જાય છે કે મતમાં મોટી ગોલમાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ થઈ હતી.
ભાજપ તરફી લોકો કહી રહ્યાં છે કે, બધા વર્ગોના મત મળ્યા પછી જ થતી હોય તેવું લાગે છે. હવે તેઓ કહી રહ્યાં છે કે, મુસ્લિમ મતદારો પણ ભાજપ તરફ પાછા ફરવા લાગ્યા છે. હારને જીતમાં બતાવવા માટે આવી વાતો હંમેશ ફેલાવવામાં આવે છે.
કોંગ્રેસ હારીને આમ આદમી પક્ષ સાથે બદલો લીધો હોવાનું દિલ્હીના ફૂટેલા પત્રકારો બતાવી રહ્યાં છે. ગોદી પત્રકારો એવું કહે છે કે, કોંગ્રેસે પહેલેથી જ હાર સ્વિકારી લીધી હતી. જો એવું હોત તો કોંગ્રેસ ચૂંટણી લડી જ ન હોત.
પત્રકારો એવું ચિત્ર આપી રહ્યાં છે કે, દિલ્હીમાં આમ આદમી પક્ષની હાર એ કોંગ્રેસના કારણે થઈ છે. નહીં કે ભાજપના કારણે.
ભાજપની સરકારના નવા મુખ્ય પ્રધાનના નામો સવારના 8 વાગ્યાથી જ ચલાવવામાં આવી રહ્યાં છે. જેમાં મીનાક્ષી લેખી, બાંસુરી સ્વરાજ, પ્રવેશ વર્મા, રમેશ બિધુરી અને વિજેન્દ્ર ગુપ્તા જેવા નામોનો સમાવેશ થાય છે. આમ કરીને મતદારોને ભ્રમમાં નાંખવામાં આવી રહ્યાં છે કે, દિલ્હીની જીત એ બનાવટી મતદાનથી થઈ નથી.
ગણતરીના પહેલાં જ કલાકમાં દિલ્હીના પત્રકારોએ બતાવી દીધું કે ભાજપની સરકાર બની રહી છે. આમ મતદારોને ભ્રમમાં નાંખવામાં આવી રહ્યાં છે. હવે સમય આવી ગયો છે કે વિઝાણુથી નહીં પણ કાગળથી મતદાન કરાવવાનો. મહારાષ્ટ્ર પછી હવે દિલ્હીમાં પણ વિઝાણું મતોનો વિવાદ થવાનો છે. ચૂંટણી પંચે વહેલી તકે વિઝાણુંની પ્રથા બંધ કરી દેવી જોઈએ.
દિલ્હી મતગણતરી અપડેટ*
બીજેપી-42, આપ-28, કોંગ્રેસ-00, અન્ય-00
લોકસભા
બીજેપી-08, આપ-02, કોંગ્રેસ-00, અન્ય-00
નવી દિલ્હીમાં કેજરીવાલ 254 મતોથી આગળ, મનીષ સીસોદીયા, કાલકાજી થી બીજેપીના રમેશ આગળ ચાલી રહ્યા છે. સીએમ આતિષી 1 હજાર વોટથી પાછળ
આ પણ વાંચો- મિલ્કીપુર પેટાચૂંટણી: ઉત્તર પ્રદેશની મિલ્કીપુર સીટ પર કોણ આગળ અને કોણ પાછળ?