
- દિલ્હી ચૂંટણી: ’50થી વધારે સીટો પર જીત પાક્કી’ મતગણતરી પહેલા AAPનો દાવો
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ આઠ ફેબ્રુઆરી એટલે કે કાલે આવશે પરંતુ પરિણામથી પહેલા આમ આદમી પાર્ટીએ 50 સીટોથી વધારે આવવાનો દાવો કર્યો છે.
મતગણતરી પહેલા જ આપ નેતા ગોપાલ રાયે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું- અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના બધા ઉમેદવારોની બેઠક થઈ છે.
તેમણે કહ્યું કે, આ બેઠકમાં બધા ઉમેદવારોએ રિપોર્ટ આપ્યો છે કે તેનાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી 50થી વધારે સીટો પર કન્ફર્મ જીતવા જઈ રહી છે.
તેમણે તેવું પણ કહ્યું કે 7-8 સીટો પર ખુબ જ રોમાંચક મુકાબલો જોવા મળી રહ્યો છે.
બીજેપી પર આરોપ લગાવતા ગાપોલ રાયે કહ્યું, અનેક ઉમેદવારોએ તે સત્ય અમારી સામે રાખ્યું છે કે તેમને કહેવામાં આવી રહ્યું છે કે પૈસા લઈ લો અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જાઓ.
બીજેપીને લઈને તેમણે દાવો કર્યો છે કે એક્ઝિટ પોલ દ્વારા સાઈકોલોજિકલ પ્રેશર બનાવીને ઓપરેશન લોટ્સ ચલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
બુધવારે મતદાન ખત્મ થયા પછી જે એક્ઝિટ પોલ રજૂ કર્યા હતા, તેમાં લગભગ બધામાં બીજેપીને આમ આદમી પાર્ટી કરતાં વધારે સીટો આવતી દર્શાવવામાં આવી છે.
બુધવારે આવેલા 11માંથી 8 એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને લીડ મળતી દેખાડવામાં આવી છે અને સત્તાધારી આમ આદમી પાર્ટીને બીજી સૌથી મોટી પાર્ટી બનવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો- હાથ-પગ બાંધીને પરત લવાયેલા ભારતીયો વિશે અમેરિકન મીડિયામાં શું વાત થઈ રહી છે?