
Delhi: ખારક ગામે એક યુવકે પોતાના જ પરિવારને ખત્મ કરી નાંખ્યો, ટ્રિપલ મર્ડરથી સમ્રગ વિસ્તાર હચમચી ઉઠ્યો હતો.નાના દીકરાએ તેના માતા-પિતા અને મોટા ભાઈની ક્રૂરતાથી હત્યા કરી હતી. તેણે ત્રણેયના ધારદાર છરીથી ગળા કાપીને મોઢા પર ઈંટ મારી દીધી હતી. આ ઘટના બની ત્યારથી આરોપી ફરાર છે.
ત્રણેય મૃતદેહો પર તીક્ષ્ણ છરીથી ગળું કાપવાના નિશાન
દક્ષિણ દિલ્હીના મેદાન ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારના ખારક ગામમાં એક ભયાનક ટ્રિપલ મર્ડર થયો. આરોપી સિદ્ધાર્થ (ઉંમર 22-23 વર્ષ) એ તેના પિતા પ્રેમ સિંહ (48), માતા રજની (45) અને ભાઈ ઋત્વિક (24) ની ક્રૂરતાથી હત્યા કરી નાંખી, લોહીથી લથપથ હાલતમાં ત્રણેય મૃતદેહો મળ્યાં, તેના પર તીક્ષ્ણ છરીથી ગળું કાપવાના નિશાન હતા અને ચહેરો ઈંટથી કચડી નાખવામાં આવ્યો હતો. આરોપી યુવક હજુ પણ ફરાર છે.
પોલીસને PCR કોલથી મળી માહિતી
પોલીસ અંકિત ચૌહાણે જણાવ્યું કે પોલીસને બુધવારે સાંજે સાતબારી ખારક ગામના ઘર નંબર 155 પરથી PCR કોલ મળ્યો હતો. ફોન કરનારે કહ્યું કે અહીં એક છોકરાએ તેનો હાથ કાપી નાખ્યો છે. ઘરમાં ઘણું લોહી છે અને તેને મદદની જરૂર છે.
માહિતી મળતાં જ મેદાન ગઢી પોલીસ સ્ટેશન ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ, ઘરમાં પ્રવેશતાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર બે લોકોના લોહીથી લથપથ મૃતદેહ પડ્યા હતા.જેનું મોં કપડાથી બાંધેલું હતું. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે ગુનાના સ્થળેથી પુરાવા એકત્રિત કરી રહ્યાં છે. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે ઘટના બાદ મૃતક દંપતીનો પુત્ર સિદ્ધાર્થ ઘટનાસ્થળેથી ફરાર હતો.
પડોશના યુવકે પોલીસને જાણ કરી
આ ઘટના સમયે પડોશનો એક યુવાનઘરની સામેથી પસાર થઈ રહ્યો હતો, ઘરનો દરવાજો ખુલ્લો હતો. બહારથી, ઘરમાં લોહીથી લથપથ મૃતદેહો દેખાતા હતા. આ યુવકે પોલીસને જાણ કરી. સિદ્ધાર્થના ગુમ થવાથી તેના પર શંકા વધુ ઘેરી બની.
આરોપી યુવક ડ્રગ્સનો વ્યસની
સ્થાનિક લોકોનો કહેવું છે કે સિદ્ધાર્થ ડ્રગ્સનો વ્યસની છે અને તે આ બાબતે તેના પરિવારના સભ્યો સાથે દરરોજ ઝઘડો કરતો હતો. તે તેના મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરતો હતો. જે પરિવારને મંજુર ન હતું. તે ઘણી સિગારેટ પીતો હતો.
પોલીસનું કહેવું છે કે સિદ્ધાર્થ માનસિક રીતે બીમાર હતો અને તેની માનસિક સારવાર ચાલી રહી હતી. છેલ્લા 12 વર્ષથી માનસિક સ્વાસ્થ્ય સંસ્થાઓમાંથી સારવાર લઈ રહ્યો હતો. તપાસ દરમિયાન સિદ્ધાર્થના સારવારના દસ્તાવેજો અને દવાઓ મળી આવી છે.
ડ્રગ્સનું ગેરકાયદેસર અટકાવવું જોઈએ
આજકાલ વ્યસન કરવું તે લોકોની આદત બની ગઈ છે. ડ્રગ્સ એક એવું વ્યસન છે. માણસને શારીરિક અને માનસિક રીતે હિંસાત્મક બનાવે છે. ઘણીવાર આવા નશામાં યુવાનો અપરાધ કરી નાંખે છે. ત્યારે આજે સરકારની અને પોલીસની જવાબદારી બને છે કે આવા ગેરકાયદેસર વેચાણો અટકાવે અને આવો કારોબાર કરનારા લોકોને કડક સજા કરવામાં આવે, તેના ઉપયોગ પર રોક લગાવવી ખૂબ જ જરુરી છે કેમકે જયાં સુધી તેના પર રોક લગાવવામાં નહી આવે ત્યાં સુધી અપરાધોમાં વધારો થતો જ રહેશે.
આ પણ વાંચો:
iPhone product: ભારતમાં આઈફોન બનાવવાનું શરુ, ટ્રમ્પની ધમકીઓનો ફિયાસ્કો
MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?
UP: ગીતમાં મશગૂલ ડ્રાઈવરે સર્જયો અકસ્માત, ટ્રેક્ટર ઘરમાં ઘુસાડી 6 લોકોને કચડી નાખ્યાં