Devayat Khavad case: મોરેમોરો ભારે પડ્યો! દેવાયત ખવડ સહિત 15 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

Devayat Khavad case:પ્રખ્યાત ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાયા છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક સાથેના ઘર્ષણના મામલે દેવાયત ખવડ અને તેમના 14 સાથીઓ સામે તાલાલા પોલીસે ગંભીર આરોપો હેઠળ ફરિયાદ નોંધી છે. આ ફરિયાદમાં હત્યાનો પ્રયાસ, ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવી, ગેરકાયદે મંડળી રચવી, ગુનાહિત ષડયંત્ર, નુકસાન પહોંચાડવું, ઉશ્કેરણી અને ધમકી આપવા જેવા આરોપોનો સમાવેશ થાય છે.

શું છે સમગ્ર મામલો?

ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, તાલાલાના ચિત્રાવડ ગામે 13 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 11 વાગ્યે આ ઘટના બની. ધ્રુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે, દેવાયત ખવડ અને તેમના સાથીઓએ જૂની અદાવતના કારણે તેમની કારને ફોર્ચ્યુનર અને ક્રેટા ગાડીઓ વડે પાંચ વખત ટક્કર મારી. આ પછી, ગાડીમાંથી ઉતરેલા 10-15 લોકોએ ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યો. હુમલાખોરોએ લોખંડના પાઈપ વડે માર માર્યો, જેના કારણે ધ્રુવરાજસિંહના પગમાં એક અને હાથમાં બે ફેક્ચર થયા. આ ઉપરાંત, તેમની સોનાની ચેન અને રોકડ રકમની લૂંટ પણ કરવામાં આવી.

બંદુક બતાવીને દેવાયત ખવડે આપી ધમકી

ધ્રુવરાજસિંહનો આરોપ છે કે, દેવાયત ખવડે બંદુક બતાવીને આ મામલે ફરિયાદ નહીં કરવાની ધમકી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ હુમલો જૂની દુશ્મનીના કારણે કરવામાં આવ્યો હતો. તેમની ગાડી 50ની સ્પીડે ચાલતી હોવા છતાં હુમલાખોરોએ તેમની કારને ઇરાદાપૂર્વક ટક્કર મારી અને હુમલો કર્યો.

પોલીસે શરૂ કરી તપાસ

આ ઘટના અંગે તાલાલા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આરોપીઓની ધરપકડ અને ઘટનાના સંજોગોની તપાસ કરી રહી છે. આ કેસે ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, કારણ કે તેમના વિરુદ્ધ અગાઉ પણ વિવાદો ચર્ચામાં રહ્યા છે.

મોરેમોરાની વાતો કરનાર ભૂગર્ભમાં ઉતરી ગયા  દેવાયત ખવડ સહિત 16 વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ ફરિયાદ બાદથી જ દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર દેવાયત ખવડ ડાયરામાં કહેતા હોય છે કે FIR થી ડરવાનું ન હોય અને પોતે જ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે….

આ મામલે વધુ વિગતો બહાર આવે તેની રાહ જોવાઈ રહી છે, અને પોલીસની તપાસ પર સૌની નજર છે.

આ પણ વાંચો: 

gurpatwant pannu threat: આતંકવાદી પન્નુએ રાજધાનની ટ્રેનોને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી, કહ્યું- મુખ્યમંત્રી ઝંડો ફરકાવશે તો ગોળીઓથી…

Rajkot : અનિરૂદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની સોપારી આપનાર ઝડપાયો, પોતાની જાતને ડોન સમજતા હાર્દિકસિંહના થયા આવા હાલ

Gujarat politics : અમદાવાદના સવા લાખ ગુમનામ મતદારો,લાલ શાહીથી મતદારોને ડિલીટ કરી દેવાયા

UP News: મૂકબધિર યુવતીનો પીછો કરી ગેંગરેપ, બે નરાધમોની ધરપકડ, પોલીસે પગમાં ગોળી મારી

Related Posts

Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”
  • September 1, 2025

Junagadh: જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામમાં પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની વાસ્તવિકતા સામે આવી છે. નેતા રેશ્મા પટેલે આ મુદ્દે ગુજરાત સરકારની 30 વર્ષની શાસનકાળની નિષ્ફળતા પર સવાલ…

Continue reading
Ahmedabad: સુરક્ષાની વાતો વચ્ચે જુહાપુરામાં છરીથી હુમલો, 2 લોકો ઈજાગ્રસ્ત, વીડિયો વાયરલ
  • September 1, 2025

Ahmedabad News: ગુજરાતમાં સતત જાહેરમાં હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે રવિવારે જુહાપુરા વિસ્તારમાં અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં એક યુવક અને તેના મિત્ર પર છરી વડે હુમલો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

  • September 1, 2025
  • 3 views
Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?

  • September 1, 2025
  • 8 views
UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?

મોદી દેશને મોંઢુ નહીં બતાવી શકે, હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે: Rahul Gandhi

  • September 1, 2025
  • 5 views
મોદી દેશને મોંઢુ નહીં બતાવી શકે, હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે: Rahul Gandhi

Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત, 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?

  • September 1, 2025
  • 8 views
Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત,  80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?

Ahmedabad: સુરક્ષાની વાતો વચ્ચે જુહાપુરામાં છરીથી હુમલો, 2 લોકો ઈજાગ્રસ્ત, વીડિયો વાયરલ

  • September 1, 2025
  • 26 views
Ahmedabad: સુરક્ષાની વાતો વચ્ચે જુહાપુરામાં છરીથી હુમલો, 2 લોકો ઈજાગ્રસ્ત, વીડિયો વાયરલ

Kerala: દુનિયામાં જીવલેણ મહામારીનો ખતરો! જો ધ્યાન નહીં રાખો તો બની જશો શિકાર

  • September 1, 2025
  • 18 views
Kerala: દુનિયામાં જીવલેણ મહામારીનો ખતરો! જો ધ્યાન નહીં રાખો તો બની જશો શિકાર