
Devayat Khavad controversy: લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે એક યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ નામના વ્યક્ત ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે. કે, છ મહિના પહેલા થયેલા ઝઘડાનો બદલો લેવા માટે આ કર્યું છે.
દેવાયત ખવડ અને તેના માણસોએ કર્યો હુમલો
મળતી માહિતી મુજબ તાલાલા ગીરના ચિત્રોડ ગામે ફોર્ચ્યુનર કાર અને કિયા ગાડી સામેસામે અથડાઈ હતી. જેમાં ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ અને તેના માણસો
દેવાયત ખવડે બદલો લેવા માટે કર્યો હુમલો સવાર હતા જ્યારે કિયા ગાડીમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ સવાર હતા આ અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે અને આ કારમાં સવાર ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રેકી કરી બબાલ કરી
અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો ગઈ કાલે ચિત્રોડ ગામે ક્રિષ્ના હોટેલમાં રાત રોકાયા હતા ત્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણે જે સ્ટેટસ મુક્યું હતું તેના પરથી દેવાયત ખવડને ખબર પડી કે, તે ગીરમાં છે ત્યારે દેવાયત ખવડ અને તેના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણની રેકી કરીને બબાલ કરી હતી. આ દરમિયાન ફોર્ચ્યુનર કાર જેમાં દેવાયત ખવડ હતા તેને કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યો હોવાનું કહેવાય છે. હાલ તો આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
6 મહિના પહેલા થયો હતો ઝઘડો
ઉલ્લેખનીય છે કે, સનાથલ ગામ ખાતે ગઈ 20 ફેબ્રુઆરીના રોજ દેવાયત ખવડ ડાયરાના કાર્યક્રમમાં ન આવતા તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો આ મામલે જે ઓરોપીઓની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણનું નામ પણ સામેલ હતું. ત્યારે દેવાયત ખવડે આ ઘટનાનો બદલો લેવા માટે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:
Vadodara: ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોની ગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?
Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું
Madhya Pradesh: સાજિયા બની શારદા, પ્રેમી મયુર સાથે મહાદેવની સાક્ષીમાં કર્યા લગ્ન
MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ