
Dhandhuka Crime: અમદાવાદ જીલ્લાામાં આવતાં ધંધુકાની એક હોસ્ટેલમાં બાળકોએ વિકૃતિની તમામ હદો પાર કરી હોવાનું સામે આવ્યો છે. એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક બાળકને અન્ય 2 વિદ્યાર્થીઓ અત્યાચાર ગુજારી રહ્યા છે. અંગત પાર્ટમાં લાકડી ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે વીડિયો વાઈરલ થતાં ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો છે. ન વર્ણવી સકાય તે હાલતમાં બાળકને યાતનાઓ આપવામાં આવી છે. બાળક પોકે રડે છે પણ કોઈ સાંભળતું નથી. ત્યારે હવે હોસ્ટેલ તંત્ર સામે સવાલો જ નહીં પણ તેમની માનસિકતા, ઘોર બેદરકારી છતી થઈ છે.
ધંધુકા તાલુકાના પચ્છમ ગામમાં સમાજકલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સરસ્વતી કુમાર છાત્રાલયમાંમાંથી શિક્ષણ જગત માટે કલંકરુપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બોય્ઝ હોસ્ટેલની એક રૂમમાં એક સગીર બાળક સાથે અન્ય બે બાળકે 35 મિનિટ સુધી અમાનવીય કૃત્ય કર્યું હતું.
પિડિત પરિવારે કહ્યુ કે છાત્રાલયમાં એક સગીર વિદ્યાર્થી સાથે અન્ય 5 સગીર આરોપીએ એકબીજાની મદદગારી કરી, બાળકને નિર્વસ્ત્ર કર્યો હતો. જે બાદ તેની સાથે દુષ્કર્મ આચરી માર મારી વીડિયો ઉતાર્યો હતો. એટલું જ નહિ કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ધંધુકા પોલીસે છાત્રાલયમાં રહેતા 5 સગીર આરોપી બાળકો સામે દુષ્કર્મ અને માર મારી, ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધી છે. પરંતુ વાઈરલ વીડિયોથી સૌ કોઈ હચમચી ગયા છે.
વિદ્યાર્થીઓને કાઢી મૂકાયા
બાળક સાથે થયેલા દુષ્ટ કૃત્ય અંગે ગૃહપતીએ જણાવ્યું હતું કે, બનાવ બન્યો ત્યારે હું હાજર ન હતો પ્રયાગરાજ ગયો હતો મને ટેલીફોનિક જાણ થતાં હું તાત્કાલિક છાત્રાલય દોડી આવ્યો હતો પરંતુ જે વીડિઓ વાયરલ થયો છે એ છાત્રાલયના વિધાર્થીઓનો જ છે. હાલ જુલમ ગુજારનાર સગીરોને તેમના વાલીઓને જાણ કરી છાત્રા લઈમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ RAJKOT: પૂર્વ MLAના બંગલે ગયેલો પુત્ર પાછો ન આવ્યો? મૃતદેહ મળતાં પરિવારે શું કરી માંગ!
આ પણ વાંચોઃ બનાસકાંઠા SOGએ પાલનપુરના ખેમાણા ટોલટેક્સ પાસેથી ઝડપ્યું ₹7 લાખનો માદક પદાર્થ; 3ની ધરપકડ
આ પણ વાંચોઃ Balesh Dhankhar: ઓસ્ટ્રેલિયામાં 5 મહિલાઓ પર બળાત્કાર ગુજારનારને 40 વર્ષની સજા, ભાજપ સાથે તાર?
આ પણ વાંચોઃ MP: ભારતની જીતનો જશ્ન પેટ્રોલ બોમ્બમારા અને પથ્થરમારામાં ફેરવાયો, સેના ઉતારવી પડી, શું છે હાલત?