
ધોરાજી સીટી વિસ્તારમાંથી દુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટેના અનઅધિકૃત ઇન્જેક્શન(injection)નો જથ્થો મોટી માત્રામાં પકડાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે(LCB) આ ગેરકાયદેસના જથ્થાનો પર્દાફાશ કર્યો છે. એક આરોપીની ધરપકડ કરી રૂપિયા 2. 85 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુધ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના ધોરાજીમાંથી મોટી માત્રામાં દૂધાળા પ્રાણીઓને આપવમાં આવતાં ઈન્જેક્શનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઈન્જેકશન પ્રાણીમાંથી વધુ દૂધ મેળવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે LCB પોલીસે ધોરાજી સીટી પોલીસની નાક નીચેથી મોટી માત્રામાં ગેરકાયદેસર લઈ ટ્રકમાં જવાતો ઇન્જેક્શન(ઓક્સિટોસિન )નો જથ્થો પકડી પાડ્યો છે. LCBની ટીમે નાના બોક્ષ 1343, તેમજ મોટા બોક્સ 316 કુલ મળી રૂપિયા 2, 85,980 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીને ઝડપી સામે સીટી પોલીસ વિસ્તારમાં પ્રાણી ઢોર ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ 11 (1) મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Pushpa 2 BO Collection Day 48: 7 અઠવાડિયા પછી પણ બોક્સ ઓફિસ પર Pushpa 2નું રાજ, ‘ઇમર્જન્સી’ પાછળ