
ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા સનદની પરીક્ષા પર આંગળી ચીંધાઈ છે. વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
વોટ્સઅપ ગ્રૂપમાં આન્સર-કી ફરતી થઈ?
અમદાવાદ અને સુરતમાં લેવાયેલી પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. 22 ડિસેમ્બરે સવારે 10થી 2 વાગ્યાનો પરીક્ષાનો સમય હતો. પરંતુ 10.30થી 11 વાગ્યા વચ્ચે જ આન્સર-કીના સ્ક્રીનશોર્ટ સામે આવ્યાં છે. પરીક્ષાના સમય દરમિયાન વોટ્સઅપ ગ્રૂપમાં આન્સર-કી ફરતી થઈ હોવાનું ખુલ્યું છે. અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં પરીક્ષાનું કેન્દ્ર હતું.
પેપર ફૂટવાની ઘટનાને લઈ તપાસ થાય તેવી વકીલોએ ઉગ્ર માંગ ઉઠાવી છે. ગુજરાત સહિત દેશમાં વારંવાર પેપર ફૂટતાં હોવાથી યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા વારંવાર પાર્દશિતાની વાત કરવામાં આવે છે. જો કે જમીની હકીકત અલગ છે.