
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર નહિ મળતા વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા સામે આવી છે.જેમાં વ્હાઇટ હાઉસે કહ્યું કે નોબેલ સમિતિએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે શાંતિ કરતાં રાજકારણને પ્રાથમિકતા આપે છે.
મહત્વનું છે કે ટ્રમ્પ લાંબા સમયથી પોતાને નોબેલ શાંતિ પુરસ્કાર મળે તેવો આગ્રહ કરતા હતા અને વિશ્વશાંતિ માટે તેઓએ ઘણા પ્રયાસો કર્યા હોવાનું જણાવતા હતા તેઓએ આઠ જેટલા યુદ્ધ રોક્યા હોવાનો દાવો કરતા હતા પણ છેલ્લી ઘડીએ વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે જેઓ છેલ્લા 20 વર્ષથી લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા અને વેનેઝુએલામાં સરમુખત્યારશાહીથી લોકશાહીમાં શાંતિપૂર્ણ સંક્રમણ પ્રાપ્ત કરવા માટે કાર્ય કરી રહયા છે.જોકે,મારિયા કોરિના મચાડોએ આ પુરસ્કાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્પિત કર્યો છે.
જેઓએ વેનેઝુએલામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પોસ્ટમાં કહ્યું, “આ પુરસ્કાર વેનેઝુએલાના દુઃખી લોકો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમર્પિત છે, જેમણે અમારા કારણને નિર્ણાયક સમર્થન આપ્યું છે.” તેમણે વધુમાં લખ્યું, “અમે જીતની દરવાજાના કિવાર પર છીએ અને આજે પહેલાં કરતાં વધુ, અમે સ્વતંત્રતા અને લોકશાહી મેળવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અમેરિકાના લોકો, લેટિન અમેરિકાના લોકો અને વિશ્વના લોકશાહી રાષ્ટ્રોને અમારા મુખ્ય મિત્ર તરીકે ભરોસો કરીએ છીએ.”આમ,જે સન્માન મારિયા કોરિના મચાડોને મળ્યું તે સન્માન તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્પિત કરતા લોકોમાં તેઓ વધુ સન્માનિત થઈ ગયા અને સોશ્યલ મિડિયામાં લાખ્ખો લોકોએ તેમનું સમર્થન કર્યું અને લાઈક-કોમેન્ટનો મારો ચાલ્યો હતો.
આ પણ વાંચો:
Karwa Chauth 2025: આજે કરવા ચોથ પર આ સમયે ચંદ્ર દેખાશે, સાંજની પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.
Bhavnagar: ‘હાય રે મોદી હાય હાય’, મહુવામાં ખરાબ રોડ રસ્તાને લઇ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા
અરવલ્લીમાં આરોપ: ભાજપા નેતા ખુમાનસિંહની દાદાગીરી, માટી લેવા દેતા નથી, ખેડૂતો ક્યા જાય? | Aravalli









