
DONALD TRUMP | થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ તકે ટ્રમ્પે કહ્યું કે તેમના વહીવટીતંત્રે આઠ મહિનામાં આઠ યુદ્ધોનો અંત લાવ્યો છે અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષનો પણ ટૂંક સમયમાં ઉકેલ લાવશે.
આજે રવિવારે થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ તેમની સેનાઓ વચ્ચે વિસ્તૃત યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કાર્યક્રમમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. ટ્રમ્પે કહ્યું કે આ આઠ યુદ્ધો પૈકીનું એક હતું જે તેમના વહીવટીતંત્રે માત્ર આઠ મહિનામાં સમાપ્ત કર્યા છે, મતલબ સરેરાશ દર મહિને એક યુદ્ધ તેઓની મધ્યસ્થીમાં બંધ થયા છે.
તેમણે કહ્યું કે હવે ફક્ત એક જ સંઘર્ષ બાકી છે, જે તાજેતરમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફાટી નીકળ્યો હતો. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ આને ખૂબ જ ઝડપથી ઉકેલી લેશે. તેમણે કહ્યું, “હું તે બંનેને જાણું છું,ફિલ્ડ માર્શલ અને પાકિસ્તાનના વડા પ્રધાન બંને ખૂબ જ સારા લોકો છે. મને વિશ્વાસ છે કે હું આને પણ ખૂબ જ જલ્દી ઉકેલી લઈશ.”
તેમણે આગળ કહ્યું, “મારે એમ ન કહેવું જોઈએ કે આ મારો શોખ છે, કારણ કે તે ખૂબ જ ગંભીર બાબત છે,પરંતુ સાચું કહું તો, હું તેમાં સારો છું અને મને તે ગમે છે. ખરેખરતો આ કામ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ કરવું જોઈએ પણ તેઓ આ નથી કરતા.”
ટ્રમ્પે યુએન પર કટાક્ષ કરતા કહ્યું, “જ્યારે હું ભાષણ આપી રહ્યો હતો ત્યારે યુએનએ મારું ટેલિપ્રોમ્પ્ટર બંધ કરી દીધું. મારે તેના વગર બોલવું પડ્યું. એસ્કેલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યું ન હતું, તે બંધ થઈ ગયું. પરંતુ યુએન પાસે ઘણી ક્ષમતા છે, હું ઈચ્છું છું કે તેઓ કંઈક કરે પણ તેઓએ આ મુદ્દા પર અમને સહયોગ ન કર્યો.”
ડોનાલ્ડ ટ્રમ્પ આજે રવિવારે (26 ઓક્ટોબર) મલેશિયા પહોંચ્યા હતા તેઓ એશિયાના તેમના પાંચ દિવસના પ્રવાસની શરૂઆત કરી છે, જાન્યુઆરીમાં પદ સંભાળ્યા પછી ટ્રમ્પની આ એશિયાની પહેલી મુલાકાત છે અને વિદેશમાં તેમનું સૌથી લાંબુ રોકાણ છે. ટ્રમ્પ કુઆલાલંપુરમાં શરૂ થઈ રહેલા ASEAN સમિટમાં ભાગ લઇ રહયા છે.
દરમિયાન, થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ ટ્રમ્પની હાજરીમાં વિસ્તૃત યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. થાઇ વડા પ્રધાને બંને દેશો વચ્ચે શાંતિ જાળવવા માટે ટ્રમ્પના વ્યક્તિગત સમર્પણ બદલ આભાર માન્યો અને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં શસ્ત્રોનો નાશ કરવા અને યુદ્ધ કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરશે. વડા પ્રધાને જણાવ્યું કે જો આ જાહેરાત સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં આવે તો તે કાયમી શાંતિનો પાયો નાખશે.
મલેશિયા પછી, ટ્રમ્પ જાપાન જશે, જ્યાં તેઓ નવા ચૂંટાયેલા વડા પ્રધાન સનાઓ તાકા-ઇચી સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ દક્ષિણ કોરિયાના બુસાન જશે, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય વેપાર સમિટ પહેલાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે.
TRUMP DANCE MALAYSIA VERSION 🕺🇺🇸🇲🇾 #trump pic.twitter.com/z0ArhwWuvf
— 𝕸𝖆𝖍𝖊𝖘𝖍 𝕭𝖎𝖗𝖑𝖆 (@WBirla) October 26, 2025
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા









