Donald Trump Tariff:  ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ટેરીફ બૉમ્બ: વધુ 25% ટેરિફ ઝીંક્યો! જાણો ક્યારથી થશે લાગુ ? 

  • India
  • October 7, 2025
  • 0 Comments

Donald Trump Tariff:  અમેરિકા 1 નવેમ્બર, 2025 થી આયાતી મધ્યમ અને ભારે ટ્રકો પર 25% ટેરિફ લાદશે. ટ્રમ્પે કહ્યું કે આ અમેરિકન ઉદ્યોગ અને કામદારોના રક્ષણ માટે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે 1 નવેમ્બર, 2025 થી યુએસમાં આયાત થનારા તમામ મધ્યમ અને ભારે ટ્રકો પર 25% ટેરિફ લાદવામાં આવશે. આ પગલું અમેરિકન ટ્રક ઉત્પાદકોને વિદેશી સ્પર્ધાથી બચાવવા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણયની અસર મેક્સિકો, કેનેડા, જાપાન, જર્મની અને ફિનલેન્ડ સહિત અનેક દેશો પર પડશે.

મેક્સિકો યુનાઇટેડ સ્ટેટ્સમાં મધ્યમ અને ભારે ટ્રકનો સૌથી મોટો નિકાસકાર છે. 2019 થી, મેક્સિકોની ટ્રક નિકાસ ત્રણ ગણી વધીને લગભગ 340,000 યુનિટ થઈ ગઈ છે.

યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડા વચ્ચેના USMCA કરાર હેઠળ, જો તેમના મૂલ્યના 64% ઉત્તર અમેરિકામાંથી આવે તો ટ્રકોને હાલમાં ડ્યુટી-ફ્રી આયાત કરી શકાય છે. નવા ટેરિફ આ વ્યવસ્થાને અસર કરી શકે છે.

સ્ટેલેન્ટિસ (જે ‘રામ’ બ્રાન્ડના ટ્રક અને વાનનું ઉત્પાદન કરે છે) હવે મેક્સિકોમાં ઉત્પાદિત ટ્રક માટે વધુ ખર્ચનો સામનો કરી શકે છે.

સ્વીડિશ કંપની વોલ્વો ગ્રુપ, મેક્સિકોના મોન્ટેરી ખાતે $700 મિલિયનનો નવો ટ્રક પ્લાન્ટ બનાવી રહી છે, જે 2026 માં કાર્યરત થવાની ધારણા છે. નવા ટેરિફ આ રોકાણને પણ અસર કરી શકે છે.

ટેરિફ અમલીકરણની અંતિમ તારીખ લંબાવવામાં આવી

ગયા મહિને, ટ્રમ્પે કહ્યું હતું કે ટેરિફ 1 ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે, પરંતુ હવે તારીખ 1 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે આ પગલાથી પીટરબિલ્ટ, કેનવર્થ અને ફ્રેઇટલાઇનર જેવી અમેરિકન કંપનીઓને ફાયદો થશે.

અમેરિકા હાલમાં જાપાન અને યુરોપિયન યુનિયન સાથેના વેપાર કરાર હેઠળ હળવા વાહનો પર 15% ટેરિફ લાદે છે, પરંતુ મોટા વાહનો પર નવો નિયમ કેવી રીતે લાગુ થશે તે હજુ સુધી સ્પષ્ટ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ 2024ના વર્ષે યુએસએ કુલ 245,764 મધ્યમ અને ભારે ટ્રકોની આયાત કરી હતી જેમાંથી મોટાભાગના ટ્રક કેનેડા ($4.5 બિલિયન) અને મેક્સિકો ($15.6 બિલિયન)માંથી આયાત કરાયા હતા. કુલ આયાતની કિંમત આશરે $20.1 બિલિયન રહી હતી. નવાં ટેરિફના કારણે કેનેડા અને મેક્સિકો ખાસ કરીને તેમના ઓટોમોબાઇલ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડે એવી શક્યતા છે.

મહત્વનું છે કે અગાઉ પણ ટ્રમ્પ જુદા જુદા ક્ષેત્રમાં નોંધપાત્ર ટેરિફ લાગુ કરી ચુક્યા છે જેમાંવિદેશી દવાઓ (ફાર્માસ્યુટિકલ્સ) પર 100% ટેરિફ,રસોડાના કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50% ટેરિફ,અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% ટેરિફ,ઓટો પાર્ટ્સ પર 25% ટેરિફ તેમજ ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર 60% થી 100% સુધીના ટેરિફ અને ભારતથી આયાત પર પણ 50% ટેરિફ લાદવામાં આવ્યો છે.

ટ્રમ્પના આ પગલાંને લઇને વૈશ્વિક સ્તરે નાણાકીય તણાવ વધે તેવી શક્યતા છે. અમેરિકા માટે આ નીતિ “મેક ઈન અમેરિકા” અભિયાનને આગળ વધારવાનો પ્રયાસ છે, પરંતુ બીજી બાજુ ટ્રેડ પાર્ટનર્સ સાથેના સંબંધો ખેંચાઈ શકે છે.આર્થિક નિષ્ણાતો ચેતવણી આપી છે કે, ટ્રમ્પના આ પગલાંને લઈ લાંબા ગાળે ઊદ્યોગોમાં અસતુલન ઊભું થઈ શકે છે.

આ પણ વાંચો: 

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?

Abrar Ahmed: ‘હું ભારતીય ક્રિકેટર શિખર ધવનને મુક્કો મારવા માંગુ છું!’, પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહેમદનું વિવાદાસ્પદ નિવેદન

 

 

પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2

UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!

Related Posts

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…
  • October 27, 2025

UP Crime: ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોએ 14 વર્ષની એક છોકરીનું સ્કૂટી પર બળજબરીથી અપહરણ કર્યું હતુ. જ્યારે તેણે સામનો તો છરી બતાવી મારી…

Continue reading
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ
  • October 27, 2025

UP:  દારૂડિયા ગમે ત્યાં હોય પણ જ્યાં હોય ત્યાંથી દારૂ મેળવી લેતા હોય છે પછી ભલેને સિચ્યુએશન ગમેતે હોય,પણ દારૂનો જુગાડ કરીજ નાખતા હોય છે કઈક આવોજ એક વિડીયો સોશ્યલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 11 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 23 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?