Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1

Dwarka: આજે 5 જૂન, 2025, વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે આજે ઠેર ઠેર માત્ર એક દિવસ પૂરતી પર્યાવરણ બચાવવની હાકલ થઈ રહી છે. નેતાઓ વૃક્ષો વાવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની વાતોનું ડાહપણ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર અમદાવાદમાં ઓપરેશન સિંદૂરના નામે દેખાડો કરી સિંદૂર વન બનાવી રહ્યા છે. જો કે તેમણે દ્વારકામાં TATA કેમિકલ્સ કંપનનું પ્રદૂષણ જોવા ડોક કરી નથી. અહીં માછીમારો, ખેડૂતો આર્થિક ભાગી પડ્યા છે. રોજગારી સાથે સાથે તેમના સ્વાસ્થ્ય પણ બગડી રહ્યા છે. જો કે દ્વારકાના લોકોની વેદના સરકારને સંભળાઈ રહી નથી.

માછીમારો બેકાર

દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં આવેલી TATA કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા દરિયામાં છૂડવામાં આવતાં પ્રદૂષિત પાણીથી ખેડૂતો, માછીમારો સહિત દરિયા સૃષ્ટી જોખમમાં મૂકાઈ છે. સ્થાનિક માછીમારો અને ખેડૂતો પાયમાલ બન્યા છે. ટાટા કેમિકલ્સ દ્વારા પ્રદૂષિત પાણી દરિયામાં ઠાલવતાં દરિયા માછલીઓ સહિત અન્ય જીવો મરી રહ્યા છે. જેથી માછીમારોને ફટકો પડી રહ્યો છે. તેઓ બેકાર બન્યા છે.

સ્થાનિકોનો આક્ષેપ છે આ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં પણ પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. જેના કારણે ખેડૂતોના ઉભા પાક નાશ થઈ રહ્યા છે.  જમીનોની ફળદ્રુપતા ઘટી જવાને કારણે અનાજ પાકી રહ્યું નથી.

TATA કેમિકલ દ્વારા બનતા સોલ્ડ, સિમેન્ટ અને સોડા સહિતની અન્ય કેમિકલ્સથી 40 ટકા કચરો દરિયામાં ઠાલવવામાં આવે છે. જેથી માછીલીઓ જીવતી નથી. જેના કારણે માછીમારો પણ આર્થિક રીતે તૂટી ગયા છે.  જેમના રોટલા માછીમારીથી ચાલે છે તે હવે ગંભીર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. માછલીઓની સંખ્યા ઘટવાથી માછીમારોની આવક ઘટે છે, અને જમીનની ઉત્પાદકતા ઘટવાથી ખેડૂતો આર્થિક રાતે પાયમાલ થઈ ગયા છે.

TATA ના પ્રદૂષણની લોકોના સ્વાસ્થ્ય પર અસર

એક સ્થાનિક પત્રકારે કહ્યું કે ટાટા કમિકલના કચરાથી લોકો ગંભીર બિમારીઓનો સામનો કરી રહ્યા છે. અહીં દવખાનાની પણ કોઈ સારી વ્યવસ્થા નથી. સ્થાનિક તંત્ર પણ આ કંપની સામે પગલા ભરી શકતું નથી. કલેક્ટર પણ માત્ર નામની કામગીરી કરી રહ્યા છે. અરજદારો રજૂઆત કરે તો હાઈકોર્ટમાં રજૂઆત કરવાનું કહે છે.

રોજગારી

તેમણે વધુમાં કહ્યું ઓખા મંડળની જનતાની સાથે રાખી આ સમસ્યાને પડકારશે. ટાટા કેમિકલ્સમાં ઓટોમેટિક કામ થતાં હવે લોકોને પણ રોજગારી મળતા નથી. સાવ બેકારી છે. બહારના રાજ્યના લોકોને કંપનીમાં રોજગારી આપવામાં આવે છે. જ્યારે સ્થાનિકો કશું જ નહીં.

જેથી ખેડૂતો જમીન બગડતાં, માછીમારો દરિયાસૃષ્ટી નાશ પામતાં અને અન્ય લોકોને રોજગારી ન મળતાં લોકો પાયમાલ થયા છે. તેમની સ્થિતિ કફોડી બની છે.

કાયદાકીય ઉલ્લંઘન

સ્થાનિક સમુદાયો અને પર્યાવરણવાદીઓ દ્વારા ટાટા કેમિકલ્સ પર પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપોમાં દરિયામાં રાસાયણિક નિકાલ અને ખારા પાણીના ડિસ્ચાર્જનો સમાવેશ થાય છે, જેની સીધી અસર મરીન ઇકોસિસ્ટમ પર થાય છે.

કંપની કયા કયા રસાયણો બનાવે છે

TATA કંપની સોડા એશ, ખાદ્ય મીઠું, બાયકાર્બોનેટ ઓફ સોડા, કૃષિ રસાયણો, સિમેન્ટ, ઔદ્યોગિક રસાયણો, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને ફૂડ એડિટિવ્સ. આ ઉપરાંત, ટાટા કેમિકલ્સ ટકાઉ ઉકેલો અને નવીન રસાયણો પર ધ્યાન આપે છે, જેમાં ઊર્જા સંગ્રહ અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તેમની પ્રોડક્ટ રેન્જ ગ્લાસ, ડિટર્જન્ટ, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય અને કૃષિ જેવા વિવિધ ઉદ્યોગોને આવરી લે છે.

જુઓ વીડિયો

 

 

આ પણ વાંચો:

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!

કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak

US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?

Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ

Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો

4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો

MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!

 

  • Related Posts

    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
    • October 27, 2025

    Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ…

    Continue reading
    RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
    • October 21, 2025

    તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    • October 27, 2025
    • 10 views
    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 8 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 20 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    • October 27, 2025
    • 14 views
     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    • October 27, 2025
    • 3 views
    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

    • October 27, 2025
    • 21 views
    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા