
Dwarkadhish: સ્વામી નીલકંઠ ચરણદાસજીની દ્વારકાધીશ અંગેની ટીપ્પણી પર મોઘલ ધામના ગાદીપતિ મણિધરબાપુ રોષે ભરાયા છે. તેમણે સ્વામીને આડે હાથ લીધા છે. મણીધરબાપુએ નીલકંઠ ચરણસ્વામીના નિવેદનને ટાંકીને કહ્યું કે આ એસેમ્બલ કંપની હરામનું ખાય ખાય જેમ ફાવે તેમ બફાટ કરે છે, તેમને પૈસા આપવાનું બંધ કરો.
મણીધરબાપુએ વધુમાં કહ્યું ‘આ એક બાપુનો અઢારેય વર્ણને આદેશ છે. પોતાની નાની લીટી મોટી કરવા બેઠા છે. હરામનું ખાઇ ખાઇ, પૈસા આપવાનું બંધ કરો. કરોડોનાં મંદિર બાંધી જેમ આવે તેમ બફાટ કરે છે.
શું બોલ્યા હતા નીલકંઠ ચરણ સ્વામી?
આને “વિવાદકંઠ મુર્ખચરણદાસ સ્વામી” કહી શકાય? #newsupdate #નીલકંઠચરણદાસ #સ્વામિનારાયણ #વિવાદ #દ્વારકાધીશ
નીલકંઠ ચરણદાસે દ્વારકાધીશ અંગે કરી સદંતર ખોટી વાતસ્વામિનારાયણના સંતોને બેફામ થવાનું મિશન અપાયું છે કે શું? pic.twitter.com/XYIhNcjtjg
— The Gujarat Report (@TGujarat_Report) March 27, 2025
નીલકંઠ ચરણ સ્વામીએ એવા સમયે નિવેદન આપ્યુ છ કે એક બાજુ સ્વામિનારાયણના પુસ્તકમાં દ્વારકા અંગે ખોટું લખાણ લખાયું છે. તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ હવે આ સ્વામીનું નિવેદન આપ્યું છે. જેથી હવે વારંવાર સ્વામીઓ ખોટા નિવેદનો આપવા પેધા પડી ગયા તેમ લાગે છે.
સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે “દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરી હતી કે જો તમે મોટું ધામ બનાવો, વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને હું નિવાસ કરું.” સ્વામીના આ નિવેદનને આહીર સમાજે દ્વારકાધીશ શ્રીકૃષ્ણના અસ્તિત્વ અંગે અનાદરજનક ગણાવી તેની સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનયી છે કે તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથમાં ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,’ દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું હતું, જેને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેના અનુસંધાનમાં આ નીલકંઠ ચરણ સ્વામીએ નિવેદન આપતાં તેઓ પણ હવે વિવાદની લપેટમાં આવી ગયા છે.
આ પણ વાંચોઃ Dwarka: સ્વામીનારાયણના પુસ્તકમાં દ્વારકા અંગે શું લખ્યું કે વિવાદ થયો?
આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash
આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame
આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક બફાટ, કહ્યું મહાભારત કોઈ લેખકે લખેલી દંતકથા