
Ahmedabad: ટ્રાફિક ચલણ(E-MEMO) ન ભરનારાઓ માટે સરકાર કડક પગલાં ભરવાની તૈયારી કરી રહી છે. જે લોકો ત્રણ મહિનાની અંદર ટ્રાફિક ઈ-ચલણ (મેમો)ની રકમ નથી ભરતાં તેમની વિરુધ્ધ કાર્યવાહી થશે. ત્રણ મહિનામાં મેમો નહીં ભરનારના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. સાથે જ સિંગનલ તોડનાર અથવા ગફલતભરી અને લોકોના જીવ જોખમાય તે રીતે વાહન ચાલવાનરનું લાઇસન્સ ત્રણ મહિના માટે જપ્ત કરી લેવામાં આવી શકે છે.
ચલણ પેન્ડિંગ હોય તો વીમાનું પ્રીમિયમ વધી જશે
સરકાર હવે ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. કારણ કે સરકારને ઈ-ચલણની રકમમાંથી માંડ 40% રકમ મળે છે. ઈ-મેમોનું મોટા પાયે પાલન થતું નથી. જેથી હવે સરકાર વાહન વીમાના પ્રીમિયમનો દર વધારી શકે છે. જો કોઈ વ્યક્તિના એક વર્ષમાં ઓછામાં ઓછા બે પેન્ડિંગ ઈ-મેમો હશે તો તેનું પ્રીમિયમ વધુ ચૂકવવું પડી શકે છે.
લોકો દંડ કેમ નથી ભરી રહ્યા?
લોકો દંડ ઝડપથી ચૂકવતા નથી તેના ઘણા કારણો છે. ઈ-મેમો વાહનચાલકોના ઘરે મોડો પહોંચે છે. પહોંચે છે તો તેમને કોઈ કાયદાકીય કાર્યવાહીનો ડર રહેતો નથી. મહિનાઓ અને વર્ષો સુધી દંડ ભરતાં નથી. ઈ-મેમામાં તંત્ર દ્વારા મોડી કાર્યવાહી થાય છે. ઘણા લોકોને દંડની રકમ ક્યા ભરવા જવી તે જ ખબર હોતી નથી. જેથી ઈ-મેમો લઈને ભટક્યા કરે છે. જેથી હવે સરકાર તપાસ કરી ટ્રાફિક નિયમને વધુ કડક અને ઈ-મેમોમાં જે ક્ષતિઓ છે તેને દૂર કરવા પગલાં ભરી રહી છે. ત્યાર બાદ ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરી શકે છે.
આ પણ વાંચોઃ Gujarat: ખેતરોની તસ્વીરો મેચ ન થતાં પાકનું રજિસ્ટ્રેશન રદ્દ?, જમીન માપણી અંગે ઉઠ્યા સવાલ!
આ પણ વાંચોઃ મોદી સરકારે ધનવાન મિત્રોનું 16 લાખ કરોડ દેવું માફ કર્યું!, ગરીબોને મદદ કેમ નહીં? | Rahul Gandhi
આ પણ વાંચોઃ Gujarat: વાતાવરણ પલટો!, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે, 4 દિવસ વરસાદની શક્યતા
આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે જપ્ત કરેલા સહિત 35 વાહનો બળીને રાખ, ઓઢવ બ્રિજ નીચે વાહનોમાં આગ