
અમદાવાદ અને ગાંધીનગરમાં EDના રેડ પાડી છે. જેમાં ઈલેક્ટ્રોથર્મની ઓફિસમાં બે દિવસથી કાર્યવાહી ચાલી રહી છે. બેન્ક છેતરપિંડી કેસમાં તપાસ ચાલી રહી છે 37 બેન્ક ખાતામાં રુ. 33.67 કરોડ EDએ ફ્રીઝ કર્યા છે. સાથે જ બે મર્સિડીઝ કાર પણ EDની ટીમે જપ્ત કરી છે તથા કેસમાં કુલ 179 કરોડની મિલકત ટાંચમાં લીધી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં 10 સ્થળોએ દરોડા
ED દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બેંક છેતરપિંડી કેસમાં દરોડા પાડવામાં આવતા અન્ય વેપારીઓમાં ડર વ્યાપી ગયો છે. રેડ દરમિયાન 2 મર્સિડીઝ કાર તેમજ 37 બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા છે. 37 બેંક ખાતાઓમાં કુલ 33.67 કરોડ રૂપિયા જમા હતા. ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ સામે ચાલી રહેલા બેન્ક છેતરપિંડીના કેસમાં EDએ અમદાવાદ અને ગાંધીનગરમાં દરોડા પાડ્યા છે. જેમાં અગાઉ આ કેસમાં કુલ 179 કરોડની મિલકત ઈડીએ ટાંચમાં લીધી છે. મુકેશ ભંડારી, શૈલેષ ભંડારી સહિતના લોકો સામે CBIએ બેન્ક ફ્રોડની ફરિયાદ નોંધી હતી. તથા બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ.631.97 કરોડના કથિત કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો: KHEDA: કઠલાલ પાસે કારને નડ્યો અકસ્માત, 4 લોકોના થયા મોત