ભાજપે 2023-24માં ચૂંટણી અને પ્રચાર પાછળ રુ. 1,755 કરોડની કરી ‘હોળી’!, જાણો અન્ય પાર્ટીએ શું કર્યું? |Election Expenditure

  • India
  • February 27, 2025
  • 1 Comments

Election Expenditure: બિન-સરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક અહેવાલ મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP) એ 2023-24 માં ચૂંટણી અને પ્રચાર પાછળ કરોડોમાં ખર્ચો કર્યો છે. રિપોર્ટ મુજબ ભાજપે રુ. 1,754 કરોડ ચૂંટણી જીતવા પાછળી ખર્ચી નાખ્યા છે. . અન્ય ખર્ચમાં, ભાજપે વહીવટી ખર્ચ પર રૂ. 3.49.71 ખર્ચી નાખ્યા છે.

ધ હિન્દુના મતે, આ રિપોર્ટમાં તમામ છ રાષ્ટ્રીય પક્ષોની કુલ આવક અને ખર્ચનું વિશ્લેષણ કરાયું છે. આ પક્ષોએ ચૂંટણી પંચને આપેલા વાર્ષિક ઓડિટ અહેવાલોમાં તેમને ખર્ચાની કબૂલાત કરી છે કે અમે ચૂંટણી પાછળ આટલા રુપિયા ખર્ચ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે ચૂંટણીમાં 619.67 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જ્યારે કોંગ્રેસે વહીવટી અને સામાન્ય ખર્ચ પર રૂ. 340.70 કરોડ ખર્ચ્યા છે.

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) એ વહીવટી અને સામાન્ય ખર્ચ પર સૌથી વધુ રૂ. 56.29 કરોડ ખર્ચ્યા, ત્યારબાદ કર્મચારીઓના ખર્ચ પર રૂ. 47.57 કરોડ ખર્ચ્યા છે.

છ રાષ્ટ્રીય પક્ષો – ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી), આમ આદમી પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટી – એ દાનમાંથી કુલ રૂ. 2,669.86 કરોડની આવક જાહેર કરી છે.

ત્રણેય પક્ષો, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ને ચૂંટણી બોન્ડ દ્વારા 2,524.13 કરોડ રૂપિયા મળ્યા, જે તેમના કુલ દાનના 43.36% છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યું હતું અને તેને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તે ચૂંટણી બોન્ડમાંથી ભાજપને સૌથી વધુ રૂ. 1, 68563 કરોડ મળ્યા, જ્યારે કોંગ્રેસને રૂ. 828.36 કરોડ અને આપને રૂ. 10.15 કરોડ મળ્યા છે.

નોંધનીય છે કે તમામ પક્ષો માટે વાર્ષિક ઓડિટેડ હિસાબો રજૂ કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર, 2024 હતી, પરંતુ ફક્ત બહુજન સમાજ પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ જ સમયસર તેમના ઓડિટ રિપોર્ટ સબમિટ કર્યા હતા.

સીપીઆઈ(એમ), કોંગ્રેસ અને ભાજપે અનુક્રમે 12 દિવસ, 53 દિવસ અને 66 દિવસના વિલંબ પછી ચૂંટણી પંચને તેમના અહેવાલો સુપરત કર્યા હતા.

 

આ પણ વાંચોઃ Mahakubh Ends 2025: મહાકુંભ પૂરો થયા બાદ યોગીને “સફાઈ” કરવાનો વારો આવ્યો!

આ પણ વાંચોઃ ‘ભારતને બચાવવા બદલ ગોડસે પર ગર્વ છે’ લખાનારી મહિલાને મોટું પદ મળતાં બબાલ

આ પણ વાંચોઃ Rahul Gandhi: સાવરકરના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ બચવા કરી માગ? સાવરકરના પૌત્રએ કર્યો વિરોધ, ગુજરાત કેસનો કર્યો ઉલ્લેખ

આ પણ વાંચોઃ UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે

 

 

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 7 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 10 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 26 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 36 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 21 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 43 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ